Site icon Revoi.in

અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો વિજય

Social Share

દિલ્હીઃ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઈનલ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી.

અંડર-19ની એશિયા કપની ફાઈનલ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા શ્રીલંકાએ 38 ઓવરમાં 9 વિકેટે 106 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોની સામે શ્રીલંકાના બેસ્ટમેનો મોટો સ્કોર કરી શક્યાં ન હતા. ડકવર્થ-લુઈસ નિયમ (DLS) પ્રમાણે ભારતને મેચ જીતવા માટે 99 રનનો સુધારેલ લક્ષ્ય મળ્યો હતો. ભારતે 1 વિકેટ ગુમાવીને  21.3 ઓવરમાં ટાર્ગેટ ચેજ કર્યો હતો. ભારત તરફથી રઘુવંશીએ 67 બોલમાં 7 ચોગ્ગાની મદદથી અણનમ 56 અને શેખ રશીદે 49 બોલમાં બે ચોગ્ગાની મદદથી અણનમ 31 રન બનાવ્યા હતા.

ભારતે અંડર-19 એશિયા કપની 9 આવૃત્તિઓમાં 8 વખત આ ટુર્નામેન્ટ જીતી છે. 2012માં જ તેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારત એક પણ વખત હાર્યું નથી. શ્રીલંકા તરફથી મળેલા 99 રનના સુધારેલા લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત પણ ખરાબ રહી હતી અને ટીમે 8ના સ્કોર પર હરનૂર સિંહ (5)ની વિકેટ ગુમાવી દીધી હતી. તે બાદ એ. રઘુવંશી અને શેખ રાશિદે બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરીને ટીમને 9 વિકેટે શાનદાર જીત અપાવી હતી.

(PHOTO-BCCI)