Site icon Revoi.in

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતની અપકમિંગ ફિલ્મ ‘લાલ સલામ’નું ટિઝર રિલીઝ, ફરી એક વાર એક્શન હિરો શાનદાર અવતારમાં

Social Share

મુંબઈઃ સાઉથ સુપર સ્ટાર રજનિકાંત આટલી ઉમંરે પણ સતત એક્ટિવ રહે છએ અનેક સુપર હિટ ફિલ્મો આપતા રહે છએ તાજેતરમાં ફિલ્મ જેલરે શાનદાર પ્રદર્શન કર્યું હતું જેને લઈને રજનિકાંત ચર્ચામાં આવ્યા હતા આ ફિલ્મે કરોડોની કમાણી કરી હતી ત્યારે હવે રજનિકાંતની અપકમિંગ ફિલ્મ લાલ સલામનું ટિઝર આજરોઝ રિલીઝ કરવામાં આવ્યું છે.

ત્યારે હવે  રજનીકાંત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘લાલ સલામ’ને લઈને ચર્ચામાં છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારથી ‘લાલ સલામ’ની જાહેરાત થઈ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચાનો વિષય બની છે.
આજે દિવાળીના અવસર પર રજનીકાંતે પોતાના ફેન્સને એક મોટી ભેટ આપી છે. તે એક મહત્વપૂર્ણ સંદેશ સાથે સ્ક્રીન પર પાછો ફર્યો છે. આજે દિવાળીના શુભ અવસર પર લાલ સલામનું પહેલું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. તેણે તેના ચાહકોને આ ફિલ્મની ઝલક બતાવી છે.
https://twitter.com/rajinikanth?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1723572051397820907%7Ctwgr%5E5672382c9c31463fa6ad7adc1b2c809706a8430b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.filmibeat.com%2Ftamil%2F2023%2Frajinikanths-lal-salaam-teaser-release-superstar-delights-fans-on-diwali-with-greetings-373593.html
 ‘લાલ સલામ’માં વિષ્ણુ વિશાલ અને વિક્રાંત લીડ રોલમાં છે, જ્યારે ફિલ્મમાં રજનીકાંત કેમિયો રોલમાં જોવા મળશે. ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે. લાયકા પ્રોડક્શન દ્વારા નિર્મિત ફિલ્મ ‘લાલ સલામ’ની રિલીઝ ડેટ વિશે વાત કરીએ તો, આ ફિલ્મ આવતા વર્ષે 2024માં પોંગલના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.
રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતે ફિલ્મ ‘લાલ સલામ’નું નિર્દેશન કર્યું છે. રજનીકાંતના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દિવાળીના અવસર પર આજે ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ચાહકોને ફિલ્મનું ટીઝર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ‘લાલ સલામ’નું બે મિનિટથી પણ ઓછા સમયનું ટીઝર ફિલ્મની દુનિયા બનાવે છે.
Exit mobile version