Site icon Revoi.in

હવે નહીં કપાય તમારા વાહનનું ચલણ, Google Maps લાવ્યું આ જોરદાર ફીચર

Social Share

નવી દિલ્હી: આજે ભારતના કોઇપણ શહેરમાં સતત વધતા ટ્રાફિકને કારણે ગાડી ચલાવવું પણ એટલુ જ પડકારજનક કામ બની રહ્યું છે. તમારી નાની અમથી ભૂલ પણ તમારા ખિસ્સાને હળવા કરાવી શકે છે. તમારી ગાડી જેવી નિયમનું ઉલ્લંઘન કરે એટલે તરત જ તમારા મોબાઇલમાં તમારું ચલણ કપાઇ ગયું છે તેવો મેસેજ આવશે. શહેરની ગીચતામાં એ ખ્યાલ નથી રહેતો કે તમારી ગાડીનું એક્સીલેટર નક્કી સ્પીડની સીમાને ક્યારે ક્રોસ કરી બેસે છે. જો કે હવે તમને તમારો સ્માર્ટફોન ચલણથી પણ બચાવશે.

હવે ગાડીઓ અને સ્માર્ટફોનમાં એવા આધુનિક ફીચર્સ આવે છે જે તમને દરેક વસ્તુ માટે અગાઉથી જ એલર્ટ કરી દે છે ત્યારે ઓવર સ્પીડથી બચવા માટે તમે ગૂગલ મેપની હાઇટેક ફેસેલિટીનો ઉપયોગ કરી શકો છો. જે તમને ચલણથી તો બચાવશે જ પરંતુ સાથોસાથ અકસ્માતના જોખમને પણ ઓછું કરે છે.

ગૂગલ મેપ તમને ચલણથી બચાવે છે. ગૂગલ મેપમાં સ્પીડોમીટર નામનું ખાસ ફીચર ઉપલબ્ધ છે. જે તમારી ગાડીને સ્પીડને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ થશે. સ્પીડોમીટર ફીચર ગાડીની સ્પીડ સીમાથી વધતા જ તમને એલર્ટ મેસેજ આપશે.

કઇ રીતે સ્પીડોમીટર એક્ટિવ કરશો

સૌ પ્રથમ તેને એક્ટિવ કરવા માટે ગૂગલ મેપ એક્ટિવ કરો. ત્યારબાદ ગૂગલ મેપની પ્રોફાઇલ પર ક્લિક કરો અને સેટિંગમાં જાઓ. અહીં તમને નેવિગેશન સેટિંગ્સમાં ઓપ્શન દેખાશે અને તેના પર ક્લિક કરો. આ બાદ ડ્રાઇવિંગ ઓપ્શનમાં સ્પીડોમીટર ઓપશનને ઓન કરો.

ફીચરની ખાસિયત

ગૂગલ મેપ દ્વારા આપવામાં આવતા આ ખાસ ફીચરનો ઉપયોગ તમે તમારા વાહનની સ્પીડને સતત માપવા માટે કરી શકો છે. આ નિશ્ચિત સ્પીડ કરતા વધુ સ્પીડે વાહન ચાલે છે, ત્યારે સ્પીડોમીટર લાલ રંગનું થઇ જાય છે અને તમને ખ્યાલ આવી જશે કે તમારું વાહન ઓવર સ્પીડમાં ચાલી રહ્યું છે.