Site icon Revoi.in

ઇન્સ્ટાગ્રામ ચેટનો રંગ પણ બદલી શકે છે, આ ટ્રિક્સથી રંગ બદલો

Social Share

નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ પણ વોટ્સએપ બાદ સૌથી વધુ લોકપ્રિય એપ છે. યૂઝર્સ તેને રીલ્સ બનાવવા, ફોટો અને વીડિયો શેર કરવા, થોટ્સ શેર કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સને સમયાંતરે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સને એન્ડ્રોઇડ ફોન અને iPhone પર ચેટ થીમ અને એકસેન્ટ રંગ બદલવાની પરમિશન આપે છે. જો કોઇ યૂઝર્સ ચેટ થીમ અને એક્સેન્ટ રંગ બદલવા માંગે છે તો તેણે એપના લેટેસ્ટ વર્ઝનને ડાઉનલોડ કરવું આવશ્યક છે.

ઇન્સ્ટાગ્રામ પર તમે વિવિધ થીમ્સ મેળવી શકો છો. તેના માટે તમારે સ્ક્રીનના ઉપરના જમણી ખૂણા પર જાઓ અને માહિતી આયકન પર ટેપ કરો. પોપ ડાઉન મેનૂમાં, સેટિંગ્સ પસંદ કરો અને પછી ઇન્સ્ટાગ્રામ ચેટ થીમ્સ આયકન શોધો. હવે થીમ્સ પર ક્લિક કરો અને તમારી પસંદગીની થીમ પર પસંદ કરો.

ક્લાસિક વ્હાઇટ અને નાઇટ મોડ્સ વિશે વાત કરીએ તો, આ Instagram DM માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો મોડ છે. આ ઇન્સ્ટાગ્રામ ફીચરથી કોઈ પણ સરળતાથી ચેટનો રંગ બદલી શકે છે અને Instagram DM માટે એક્સેન્ટ કલર પસંદ કરી શકે છે.

જો તમે મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ પર નવી ચેટ થીમ અજમાવવા માંગતા હો, તો તમારે ચેટ સેટિંગ્સમાં જવું જોઈએ અને પછી ‘થીમ્સ’ પર ટેપ કરીને તમારી પસંદગીની થીમ પસંદ કરવી જોઈએ. જ્યારે તમે ચેટની થીમ બદલો છો, ત્યારે તે ચેટમાં રહેલા જેટલા લોકોની સંખ્યા છે. તેમના માટે બદલાય જાય છે. આ ઉપરાંત, તમે જેની સાથે ચેટ કરી રહ્યા છો તેને એક સૂચના મળશે કે ચેટની થીમ બદલાઈ ગઈ છે.

નોંધનીય છે કે, Instagram પર વાદળી સંદેશનો અર્થ છે કે તે મોકલનારનો સંદેશ છે. ત્યારે સફેદ અને ગ્રે મેસેજનો અર્થ છે કે આ સંદેશ રીસીવર તરફથી છે.