Site icon Revoi.in

ઇન્સ્ટાગ્રામમાં તમારા ફોલોવર્સને કઇ રીતે વધારશો? વાંચો આ ટિપ્સ

Social Share

નવી દિલ્હી: અત્યારે ઇન્સ્ટાગ્રામ સૌથી વધુ લોકપ્રિય મીડિયમ છે ત્યારે લોકોને હંમેશા એ વાતની ફરિયાદ રહેતી હોય છે કે તેઓના ફોલોવર્સ વધતા નથી અને તેઓની રીચ પણ વધતી નથી. જો તમે થોડી વાતોનું ધ્યાન રાખો તો તમારી આ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. લોકો પોતાની પોસ્ટ પર સૌથી વધુ લાઇક અને કમેન્ટ્સ માટે આતુર રહે છે. આજે અમે આપને એવી ટ્રિક આપીશું જેનાથી તમારી પોસ્ટ્સ વ્યૂઝ પણ વધશે અને લાઇક પણ મળશે.

સૌથી પહેલા તો વીડિયો કે ફોટો અપલોડ કર્યા પહેલાં તેની સાથે જોડાયેલા Hashtags ના વિષયમાં સર્ચ કરી લો. જો તમે તમારી પોસ્ટમાં સાચા Hashtagsનો ઉપયોગ કરશો તો તમારી પોસ્ટ વધુથી વધુ લોકો જોઇ શકશે. આ કારણથી તમારા ફોલોવર્સ પણ વધવાની સંભાવના છે. જો તમે કોઇ ટ્રેન્ડિંગ હેશટેગ્સ સથે પોસ્ટ કરશો તો લોકો તમારી પોસ્ટ જોવામાં રસ દાખવશે.

તે ઉપરાંત પોસ્ટ અપલોડ કરવા સમયે પોતાના લોકેશનને જરૂર ટેગ કરો. તે ઉપરાંત તમે તમારી પોસ્ટ સાથે જોડાયેલા ફેમસ લોકોને પણ ટેગ કરી શકશો જેનાથી તમારી પોસ્ટને રીચ મળશે. જો કોઇ સેલિબ્રિટીએ તમારી પોસ્ટને લાઇક કે શેર કર્યું તો તમારી પોસ્ટ વાયરલ થઇ શકે છે. આ કારણથી તમારા ફોલોવર્સની સંખ્યા પણ વધી જશે.

જો તમે પોસ્ટનું કન્ટેન્ટ સારી ક્વોલિટીનું રાખશો તો પણ તમારા ફોલોવર્સ વધશે. જો તમે તમારી પોસ્ટને ટ્રેન્ડિંગમાં લાવવા ઇચ્છતા હોવ તો તાજેતરના મુદ્દાઓ સાથે જોડાઓ.

તમારી Audienece નું ધ્યાન રાખો અને સુંદર રીતે પોસ્ટને રજુ કરો જેનાથી તમને તમારા ફોલોઅર્સ બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત ઈંસ્ટાગ્રામમાં વધારે સમય એક્ટિવ રહો અને પોસ્ટ કરતા રહો તમે  Podcasts અથવા Live Streaming માં ભાગ લઈને પણ સર્ફિલ વધારી શકો છો.