Site icon Revoi.in

ટ્વિટર હવે યૂઝર્સ માટે લાવી રહ્યું છે કે કેટલાક પરિવર્તન, જાણો તેના વિશે

Social Share

નવી દિલ્હી: પોતાની પ્રોડક્ટ ઇવેન્ટ દરમિયાન ટ્વિટરે અનેક પરિવર્તનો અંગે જાહેરાત કરી છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ અનુસાર, તે જલ્દી જ ટિપ્સ રૉલ આઉટ કરી રહ્યું છે, જે એક ટિપિંગ ફિચર છે, જેમાં યૂઝર્સને પેમેન્ટ માટે ક્રિપ્ટોકરન્સી સહિત અનેક વિકલ્પ મળશે. ટિપ્સ દ્વારા ટ્વિટર યૂઝર્સ માઇક્રો બ્લોગિંગ પરના તેના મનપસંદ એકાઉન્ટને ટિપ આપી શકશે. મુશ્કેલીના સમયમાં કોઇ નાના ઉદ્યોગને મદદ કરી શકે છે. ટ્વિટર પર વધુ પેમેન્ટ ઓપશન પણ ઉપલબ્ધ થશે.

ટ્વિટર અનુસાર, અમારું આ ટિપિંગ ફીચર જેને હવે ટિપ્સ કહેવામાં આવશે. તે ક્રિપ્ટો સહિતના પેમેન્ટ વિકલ્પો સાથે ઉપલબ્ધ બનશે. જેમાં તમે તમારા મનપસંદ એકાઉન્ટને મદદ કરવા માંગો છો, તમને તેની કમેન્ટ્રી પસંદ હોય, તેના ટ્વિટ્સ કે કોમેડી પસંદ હોય કે પછી ખરાબ સમયમાં કોઇ નાન વેપારીને સહાય કરવાની હોય, આમાંથી કોઇપણ કારણ હોય તમે ટિપ્સ દ્વારા તેની મદદ કરી શકશો. આ ફીચર પહેલા iOS યૂઝર્સ માટે રોલ આઉટ થશે અને થોડા સપ્તાહ બાદ એન્ડ્રોઇડ યૂઝર્સને પણ આ ફીચર મળી શકે છે.

વધુ ફોલોવર્સ ધરાવતા ઇન્ફ્લુએન્સર્સ અથવા લોકોના પેજ પર ફોલો બટન પાસે જ ટીપ્સ બટન મુકવામાં આવશે. જો તમે કોઇને ટિપ આપવા માંગો છો તો માત્ર તે ટિપ્સ બટન પર ક્લિક કરી પેમેન્ટ ઓપ્શન લિસ્ટમાંથી તમારી પસંદનો ઓપ્શન પસંદ કરી તમે પેમેન્ટ કરી શકો છો. હાલ આ ફીચર યુએસમાં જ લોન્ચ થયું છે.

કંપનીએ GoFundMe and PicPay, Bandcamp, Cash App, Chipper, Patreon, Razorpay, Wealthsimple Cash અને Venmo જેવા ઓપ્શન આપ્યા છે. જ્યારે તમે આમાંથી કોઇ સર્વિસ પર ક્લિક કરશો, તમને ફંડ આપવા માટે તે સર્વિસની એપ્લિકેશન પર મોકલી દેવામાં આવશે.

રસપ્રદ વાત એ છેકે, ટ્વિટર યુઝર્સ બિટકોઇ લોઇટનિંગ નેટવર્ક પર નિર્મિત એપ્લિકેશન સ્ટ્રાઇકનો ઉપયોગ કરીને બિટકોઇન દ્વારા પણ ટિપ આપી શકશે.