Site icon Revoi.in

પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે તણાવ, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ UN અને અમેરિકાને દખલ કરવાની કરી માગ

Social Share

દિલ્લી:  ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મેહમુદ અબ્બાસએ અમેરિકા અને યુએનને દખલ કરવાની અપીલ કરી છે. મહમુદ અબ્બાસે કહ્યું કે અમેરિકા અને યુએનએ આ મામલે સ્થિતિ હાથમાંથી બહાર નીકળી જાય તે પહેલા હસ્તક્ષેપ કરવો જોઈએ. આ લડાઈમાં તમામ દેશોએ પોતાની જવાબદારી સમજવી જોઈએ અને અસરગ્રસ્ત ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય કાયદા કાનૂન હેઠળ શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરવો જોઈએ.

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે હાલ ભીષણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે લોકોમાં ભય પણ છે. શુક્રવારે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે થયેલા તણાવમાં પેલેસ્ટાઈનના લગભગ 10 નાગરિકોના મોત થયા હતા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસએ બંન્ને દેશોને તાત્કાલિક શાંતિ સ્થાપવા માટે અપીલ કરવામાં આવી છે. આ વાતની જાણકારી સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટિફન દુજારિકે શુક્રવારે રાતે આપી છે.

જો કે નોંધનીય છે કે અમેરિકા દ્વારા ઈઝરાયલના તરફેણમાં સહકાર દાખવવામાં આવ્યો હતો અને અમેરિકા દ્વારા કહેવામાં પણ આવ્યું હતુ કે ઈઝરાયલને પોતાની સ્વરક્ષાનો સંપુર્ણ અધિકાર છે.