Site icon Revoi.in

અમદાવાદમાં AMTS સેવા બંધ થતા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા 1200 ડ્રાઈવર-કંડક્ટરોની કપરી સ્થિતિ

Social Share

અમદાવાદઃ  રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાતા સરકાર દ્વારા આગામી 12 મે સુધી આશિંક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.  બીજીતરફ અમદાવાદમાં છેલ્લા બે મહિનાથી AMTS બસ સેવા બંધ કરી દેતા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા ડ્રાઈવર તેમજ કંડક્ટરો બેરોજગાર બન્યા છે. 1200થી વધુ ડ્રાઈવર-કંડક્ટરોએ AMC પાસે અન્ય કોઈ કામગીરી આપવા માટે માંગ કરી છે

રાજ્યમાં કોરોનાને લીધે અમદાવાદ સહિત મહાનગરો અને અન્ય નાના-મોટા શહેરોમાં મીની લોકડાઉન જેવી સ્થિતિ છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અમદાવાદમાં એએમટીએસ પરિવહન સેવી બંધ કરવામાં આવી છે. છેલ્લા 2 મહિનાથી અમદાવાદ કોર્પોરેશનની AMTS બસ સેવાને બંધ કરી દેવામાં આવી છે. જોકે કાયમી પગાર ધરાવતા કર્મચારીઓને સમયસર પગાર મળે છે પરંતુ કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા 1200થી વધુ ડ્રાઈવર-કંડક્ટરોની હાલત કપરી બની છે. જેના કારણે તેઓ AMCને કોર્પોરેશનની કોઈ અન્ય કામગીરીમાં કામ આપવાની માંગ કરી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોવિડને લગતી અનેક કામગીરી ચાલી રહી છે. જેમ કે ધનવંતરિ હોસ્પિટલમાં સ્ટાફની કમી, હેલ્થ સેન્ટર પર સ્ટાફની કમી તેમજ 108 એમ્બ્યુલન્સ સેવામાં પણ કેટલાક કામકાજ માટે વર્કર્સની જરૂર પડે છે. તો જો આ ખાલી જગ્યાઓ પર તેઓને નોકરી આપવામાં આવે તો તેઓ આ કપરી સ્થિતિમાં પોતાનું ગુજરાન ચલાવી શકે છે.