Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, શ્રીનગર-બારામુલા હાઈવે પરથી IED મળ્યો

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટા આતંકવાદી હુમલાનો પર્દાફાશ કર્યો છે. શ્રીનગર-બારામુલા હાઈવે પર આતંકવાદીઓએ આઈઈડી લગાવ્યો હતો. જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે. તાજેતરમાં જ પૂંછમાં આતંકવાદીઓએ ભારતીય સેના ઉપર કહેલા હુમલાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં હાઈવે પરથી આઈઈડી મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધારે સાબદા બની રહી છે.

ભારતીય સેનાના ચિનાર કોર્પ્સએ જણાવ્યું હતું કે, શ્રીનગર-બારામુલા હાઈવે પર લવાયપુરા નજીક આઈઈડી મળી આવ્યો છે. ચિનાર કોર્પ્સના જવાનો અને પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને તેને નિષ્ક્રીય બનાવ્યો છે. આમ મોટા આતંકવાદી હુમલાને અટકાવવામાં સફળતા મળી છે. હાલ ભારતીય સેનાને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ ઘાત લગાવીને બેઠા છે. ભારતીય સેના ઉપર હુમલો કરવા અને માર્ગો ઉપર આઈઈડી લગાવવાનું શરુ કરી દીધું છે. ઘાટીમાં શિયાળાના આગમન સાથે જ આતંકવાદીઓ ફરીથી સક્રીય થયાં છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સવારે સુરક્ષા જવાનો પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન શ્રીનગર-બારામુલા હાઈવે પર લવાયપુરા નજીક એક ગેસ સિલેન્ડર શંકાસ્પદ હાલમાં જોવા મળ્યો હતો. માર્ગ ઉપરથી પસાર થનારાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષાદળોએ તાત્કાલિક માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કર્યો હતો. જે બાદ બોમ્બ સ્કવોર્ડને જાણ કરવામાં આવી હતી. બોમ્બ સ્કવોર્ડએ તેને નિષ્ક્રીય કર્યો હતો. આમ મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું.

આ પહેલા નવેમ્બરમાં જમ્મુ-કાશ્મીર પોલીસે જમ્મુના નરવાલ-સિધરા રાજમાર્ગ ઉપર એક ટીફીન બોમ્બ શોધી કાઢ્યો હતો. ટીફીનની અંદર 2 કિલો વજનનું ટાઈમર આધારિત આઈઈડી મળ્યું હતું.