Site icon Revoi.in

ઘુસણખોરી માટે આતંકવાદીઓ સુરંગ ખોદી રહ્યાં છેઃ 11 વર્ષમાં 12 સુરંગ પકડાઈ

Social Share

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનને પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરવામાં પણ મદદ પુરી પાડવામાં આવે છે. દરમિયાન જમ્મુ-કાશ્મીર સરહદ ઉપર ભારતમાં ઘુસણખોરી માટે હવે આતંકવાદીઓ ઘુસણખોરી માટે સુરંગની મદદ લઈ રહ્યાં છે. આ માટે લાંબી સુરંગ પણ ખોદવામાં આવે છે. દરમિયાન 11 વર્ષમાં 12થી વધારે સુરંગો શોધી કાઢવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર હવે આતંકવાદીઓ સુરંગ ખોદીને ભારતમાં ઘુસણખોરી કરતા હોવાનું ખૂલતા ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. જેથી બીએસએફ દ્વારા જમ્મુ બોર્ડ પાસે સુરંગો શોધવાનું પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ગયા વર્ષે બે જેટલી સુરંગો મલી આવી હતી. દરમિયાન 11 વર્ષના સમયગાળા દરમિયાન સુરક્ષા એદન્સીઓએ લગભગ 12 જેટલી સુરંગો શોધી કાઢી છે. એટલું જ નહીં અન્ય સુરંગો શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

દરમિયાન એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરંગ ખોદવા માટે પાકિસ્‍તાન ધંધાદારી એન્‍જીનીયરોની મદદ લઇ રહ્યું છે. એટલે સેંકડો મીટર લાંબી સુરંગ ખોદવા છતા તેની ખબર પણ નથી પડતી. જોકે બીએસએફના એન્‍ટીટનલ અભિયાને ગયા વર્ષે આરએસપુરા, સાંબાથી માંડીને હીરાનગર સેકટર સુધી સુરંગો શોધવામાં સફળતા મેળવી છે.