Site icon Revoi.in

પેશાવરમાં મસ્જિદમાં હુમલા બાદ આતંકવાદીઓએ નિશાન બનાવ્યું પોલીસ સ્ટેશન

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. એક તરફ આર્થિક સંકટ અને બીજી તરફ આતંકવાદે દેશની કમર તોડી નાખી છે. પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાંથી દેશ હજુ બહાર આવ્યો ન હોતો કે બીજો આતંકવાદી હુમલો થયો છે આ વખતે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાંવાલી જિલ્લાના એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 20 થી 25 ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. જો કે બંને તરફથી ભારે ગોળીબાર બાદ આતંકીઓ ભાગી ગયા હતા.

ડોનની વેબસાઈટ અનુસાર, પોલીસ સ્ટેશન પર આતંકી હુમલાને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યો હતો. ઈન્સ્પેક્ટર જનરલ પોલીસ (આઈજીપી) પંજાબ ડૉ. ઉસ્માન અનવરે આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવા માટે પોલીસ સ્ટેશનના એસએચઓને અભિનંદન પાઠવ્યા છે. હુમલા સમયે ડીપીઓ મિયાંવાલી પણ વધારાના ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

પેશાવર મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. આ હુમલામાં મૃતકોની સંખ્યા હવે વધીને 90 થઈ ગઈ છે. મસ્જિદના કાટમાળમાંથી હજુ પણ મૃતદેહોની શોધ ચાલી રહી છે. હુમલામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. પેશાવર પોલીસ લાઈન્સ વિસ્તારમાં આવેલી મસ્જિદમાં વિસ્ફોટ બાદ ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. હુમલાખોરે મસ્જિદમાં નમાજ દરમિયાન પોતાની જાતને ઉડાવી દીધી હતી.

Exit mobile version