Site icon Revoi.in

FATFના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન હટતા આતંકીઓ ફરીથી થશે વધારે સક્રિય ?

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાનું દુનિયાના તમામ દેશ જાણે છે, દરમિયાન એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાન બહાર નીકળતા ભારતમાં આગામી દિવસોમાં આતંકી ઘટનાઓમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગ્રે લિસ્ટમાં હોવાથી પાકિસ્તાનને અનેક સહાય મળતી ન હતી. જેથી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. બીજી તરફ પાકિસ્તાન પ્રેરિક આતંકવાદી ઘટનાઓ પણ ભારતમાં ઘડી હતી. જો કે, હવે ફરી એકવાર પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળતા આગામી દિવસોમાં ભારતમાં ફરી આતંકવાદી ઘટનાઓમાં વધારો થવાની શકયતા છે.

2018માં ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાનના સમાવેશ બાદ ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો હતો. તેમ ભારતીય ગુપ્તચર અધિકારીઓએ યુએન કાઉન્ટર-ટેરરિઝમ કમિટી સમક્ષ જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં હોવાથી ભારતમાં ‘હાર્ડ ટાર્ગેટ’ ઘટાડી દેવાયા હતા અને પાકિસ્તાનની ધરતી પર આતંકવાદી ઠેકાણાઓમાં 75% ઘટાડો થયો હતો

અધિકારીઓએ 2008ના મુંબઈ હુમલામાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT)ની ભૂમિકાનો પણ પર્દાફાશ કર્યો હતો. CTC ખાતે લશ્કરના ટોચના ઓપરેટિવ સાજીદ મીરની ઓડિયો ક્લિપ ચલાવવામાં આવી હતી.

ઈન્ટેલિજન્સ બ્યુરોના વરિષ્ઠ અધિકારી સફી રિઝવીએ પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે, “FATFના ગ્રે-લિસ્ટિંગમાં પ્રવેશવું અને 2001માં જૈશ-એ-મોહમ્મદ અને 2005માં લશ્કર-એ-તૈયબાની યુએનની ઓળખ થઈ હતી.” આ સાથે ભારત પર ફોકસ કરનારા 9 આતંકીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પગલાંથી કાશ્મીરમાં સખત ટાર્ગેટ પરના હુમલામાં ઘટાડો થયો છે. ઉપરાંત, 2018 અને 2021 વચ્ચે સીમાપાર આતંકવાદી ઘટનાઓ, આતંકવાદી ભંડોળ સંબંધિત મામલા અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે.

(Photo-File)