Site icon Revoi.in

ટેસ્લાની ગુજરાતમાં એન્ટ્રી,મંત્રી ઋષિકેશ પટેલએ આપ્યું સૂચક નિવેદન

Showroom and service center Tesla in Amsterdam on Oct. 23, 2019.

Social Share

અમદાવાદ: ગુજરાત ધીરે ધીરે ઓટોમોબાઈલ હબ બની રહ્યુ છે. રાજ્યમાં ઓટોમોબાઈલ ક્ષેત્રનું મૂલ્ય આજે 3 બિલિયન યુએસ ડોલર છે. અહિં આઠ લાખથી વધુ વાહનોની વાર્ષિક નિકાસ થઈ રહી છે. 2009માં સાણંદમાં ટાટા મોટર્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના થઈ હતી. જે બાદ આંતરરાષ્ટ્રીય રોકાણકારો મોટા પ્રમાણમાં આકર્ષાયા. વર્ષ 2011માં ફોર્ડ મોટર્સ દ્વારા તેમના સાણંદ ખાતેના પ્લાન્ટમાં ₹5,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે ગુજરાતમાં 3000 નોકરીઓની તક સર્જાઈ.

આવામાં રાજ્ય સરકારના મંત્રી તથા પ્રવક્તા ઋષિકેશ પટેલ પોતે કહી રહ્યા છે કે ટેસ્લાએ ગુજરાતમાં આવવાનું મન બનાવી લીધું છે. અધિકારિક સૂત્રોના મતે ટેસ્લા ગુજરાતમાં સાણંદ નજીક કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરૂ કરે તેવી શક્યતા છે. જાન્યુઆરી-2024માં યોજાનારાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટેસ્લા સાથે એમઓયુ થઇ શકે છે.

જો કે વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લોએ ભારતમાં કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ નાંખવા લગગભ મન બનાવી લીધુ છે. ટેસ્લા કાર પ્લાન્ટ નાંખે તે માટે તામિલનાડુ, તેલંગણા અને મહારાષ્ટ્ર વચ્ચે ખેંચતાણ જામી પણ હતી. જોકે સારા સમાચાર એ છે કે તમામ સર્વે બાદ એલન મસ્ક ગુજરાત પર પસંદગી ઉતારી છે.