Site icon Revoi.in

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું શરૂ કરાયું ટેસ્ટીંગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બીજી તરફ સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થતા આરોગ્ય અને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. સરકારે તમામ સ્કૂલોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા આદેશ કર્યાં છે. બીજી તરફ સુરતમાં કોર્પોરેશન દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થી, શિક્ષકો તથા અન્ય સ્ટાફના કોરોના ટેસ્ટીની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાનાં વધતા જતા કેસ વચ્ચે સુરત મનપાએ શાળાઓમાં ટેસ્ટિંગ સઘન કરી દીધુ છે. જેને લઇને 50 શાળાઓમાં 2746 કોરોનાનાં ટેસ્ટિંગ કરાયા હતા. આ 2746 ટેસ્ટિંગમાં 5 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. આ 12 વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત મળી આવ્યાં હતા. આમ સ્કુલોમાંથી 17 જેટલા કેસ પોઝિટિવ આવ્યા બાદ જનતામાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાનાં કેસ વધતા હોવાના કારણે સુરત શહેરમાં બહારગામથી આવતા લોકોને ફરજીયાત કોરોન્ટાઇન કરવામાં આવશે. સુરત શહેરમાં 24 કલાકમાં 161 કોરોનાનાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં 90 કેસ વધ્યા છે. જયારે ગઈકાલે 500 થી વધુ કેસ નોધાયા હતા. વળી 484 દર્દીઓ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વેક્સીનેશન ઝડપી બનાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ઝડપથી કોરોનાનો પ્રકોપ પણ વધી રહ્યો છે.