Site icon Revoi.in

અમેરિકાના ટેક્સાસની ઘટના: ચાર ઈઝરાયલી લોકોને બંધક બનાવ્યા

Social Share

દિલ્હી: વિશ્વમાં આતંકવાદનો સમર્થક દેશ પાકિસ્તાન હવે પોતાની ખોટી કામગીરી પોતાના દેશમાં તો નહીં પણ બહારના દેશોમાં પણ બતાવી રહ્યું છે. હવે વાત એવી બની છે કે અમેરિકામાં કેટલાક લોકો દ્વારા ઈઝરાયલના લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. અને જે લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તે લોકો માંગ કરી રહ્યા છે કે પાકિસ્તાનના વૈજ્ઞાનિકનો મુક્ત કરી દો.

મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકાના ટેક્સાસ શહેરમાં ચાર લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. બંધક બનાવનારે, પાકિસ્તાની વિજ્ઞાની અફિયા સિદ્દીકીને મુક્ત કરવાની માંગ કરી છે, જે અમેરિકી સેનાના અધિકારીને મારવાના પ્રયાસમાં જેલમાં છે. બંધક બનાવનાર વ્યક્તિએ પોતાને આફિયા સિદ્દીકીનો ભાઈ ગણાવ્યો છે. જો કે, આફિયાના ભાઈના વકિલે આ વાતને નકારી કાઢી છે. તે મીડિયાની સમક્ષ પણ જોવા મળ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને આ ઘટનાની વિગતવાર જાણ કરવામાં આવી છે અને બંધકોને મુક્ત કરવાના પ્રયાસો ચાલુ છે.

જાણકારી અનુસાર ઈઝરાયેલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઇઝરાયલના વિદેશી બાબતોના મંત્રી નચમન શાઇએ શનિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેઓ ટેક્સાસના કોલીવિલેમાં બેથ ઇઝરાયેલમાં, બંધક બનાવવામાં આવેલા લોકોની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ટેક્સાસના એક સિનાગોગમાં જ્યાં યહૂદી સમુદાય શબાત સેવાઓ માટે એકઠા થયો હતો ત્યાં આ બનાવ બન્યો છે. તેમના તાત્કાલિક અને સુરક્ષિત પાછા ફરવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ.