Site icon Revoi.in

તાજમહેલના 20 જેટલા રૂમ ખોલવાની માંગણી કરતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી

Social Share

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના ભોંયરામાં બનેલા 20 રૂમ ખોલવાની અરજીને ફગાવી દીધી હતી. તાજમહેલ વિવાદ પર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સુનાવણી દરમિયાન અરજદારને સખત ઠપકો આપ્યો હતો. ન્યાયમૂર્તિ ડીકે ઉપાધ્યાયે કહ્યું કે, અરજદારે પીઆઈએલ સિસ્ટમનો દુરુપયોગ ન કરવો જોઈએ. પહેલા યુનિવર્સિટીમાં જાઓ, પીએચડી કરો, પછી કોર્ટમાં આવો. જો કોઈ તમને સંશોધન કરતા રોકે છે તો અમારી પાસે આવો. કાલે તમે આવીને કહેશે કે અમારે ન્યાયાધીશોની ચેમ્બરમાં જવુ છે, તો શું અમે તમને ચેમ્બર બતાવીએ? તમારા હિસાબે ઈતિહાસ ભણાવવામાં આવશે નહીં.

કેસની હકીકત અનુસાર, તાજમહેલના 20 રૂમ ખોલવાની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે અરજદારને કહ્યું કે તમે એક સમિતિ દ્વારા તથ્યો શોધવાની માંગ કરી રહ્યા છો, તમે કોણ છો, તે તમારો અધિકાર નથી અને ન તો તે RTI કાયદા હેઠળ છે. અવકાશમાં, અમે તમારી દલીલ સાથે સંમત નથી.

અદાલતે નોંધ્યું હતું કે, અરજીમાં નિયમ 226 હેઠળ તાજમહેલના ઈતિહાસનો અભ્યાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ સિવાય તાજમહેલની અંદરના બંધ દરવાજા ખોલવાની માંગ કરવામાં આવી છે. હાઈકોર્ટની લખનૌ બેંચમાં જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને સુભાષ વિદ્યાર્થીની બનેલી બેન્ચે કહ્યું, “અમારું માનવું છે કે અરજદારે સંપૂર્ણપણે ગેર-ન્યાયી મુદ્દા પર નિર્ણય માંગ્યો છે. આ અરજીઓ પર આ કોર્ટ નિર્ણય લઈ શકે નહીં.”

અદાલતે નોંધ્યું હતું કે, જ્યાં સુધી તાજમહેલના રૂમ ખોલવાની માંગનો સંબંધ છે, અમારું માનવું છે કે અરજદારે આમાં સંશોધન કરવું જોઈએ. અમે આ રિટ પિટિશન સ્વીકારી શકતા નથી.