Site icon Revoi.in

જૂનાગઢમાં યોજાતા પ્રાચીન મહાશિવરાત્રીના મેળાનું આ વખતે કોરોનાના કારણે આયોજન નહી થાય – પરંપરા જાળવવા પૂજા અર્ચના થશે

Social Share

અમદાવાદ – મહાશિવરાત્રીનું નામ આવે એટલે ગુજરાતના જૂનાગઢના ગિરનારને યાદ કરવું રહે, શિવભક્તોનું પવિત્ર સ્થળ એટલે ગિરનાર જ્યા પ્રાચીનકાળથી દર શિવરાત્રીના પર્વ પર મેળાનું આયોજન કરવામાં આવતુ હોય છે,જો કે આ વર્ષ દરમિયાન આ મેળાનું આયોજન ન કરવાનો ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે ,કારણ કે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને લોકોની ભીડ એકઠી ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

આ સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીના અધ્યક્ષતામાં મેયર ધીરુભાઈ ગોહેલ અને સાધુ-સંતોની હાજરીમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણય લેવાયો છે કે પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા માટે મહા શિવરાત્રીના પર્વ પર માત્ર પૂજા અર્ચના કરવામાં આવશે ,જેમાં કોરોનાના નિયમોનું સખ્ત પાલન કરાશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ ફરીથી વધતું દેખાઈ રહ્યું છે જેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે, કોરોનાના કારણે આ મહાશિવરાત્રીના મેળાવું આયોજન ટાળવાનો નિર્ણય લેવાયો છે, જો કે પરંપરાને જાળવવા માટે  તળેતીમાંભવનાથ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવશે. તેમજ સાધુ-સંતો દ્વારા મહાશિવરાત્રીના રાતે રવેડ નું પણ આયોજન કરશે.

મળતી માહિતી પ્રમાણે’રાજ્ય સરકારના આદેશથી આ બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, ઉલ્લેખનીય છે કે,જૂનાગઢના ગિરનારના દર વર્ષે ભવનાથ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રીનો પર્વ ધામધૂમથી ઉજવાય છે, મહાશિવરાત્રીના રાતે સાધુ-સંતોની રવેડી બાદ મેળો સંપન્ન કરવામાં આવે છે. આ મેળાનું દર વર્ષે 5 દિવસનું આયોજન થાય છે.

સાહિન-