Site icon Revoi.in

પરંપરાગત ગરબાઓ સાથે આ નવારત્રીમાં માટીના ડિઝાઈનર ગરબાઓ બન્યા લોકોનું આકર્ષણ

Social Share

આજે નવરાત્રીનું છેલ્લુ નોરતું છે નવેનવ દિવસ ખેલૈયાઓ ગરબે ઝૂમતા જોવા મળ્યા આ સાથે સાથે માતાની પુજા અર્ચના પણ કરી, ઠેર ઠેર ગરબીઓ સ્થાપિત કરવામાં આવી જો કે આ વખતે દરેક પંડાલો અને ઘરોમાં ડિઝાઈનર ગરબાઓ વધુ જોવા મળ્યા છે, પહેલાના સમયમાં ખાલી માટીની સફેદ કે લાલ માટલીમાં ગરબો પ્રગટાવવામાં આવતો હતો, ત્યારે હવે આ ગરબાઓ ડીઝાઈનર બન્યા છે, માટલી તો એજ છે પરંપરાગત, બસ તેને રંગ ઢંગ અલગ આપીને આકર્ષક બનાવવામાં આવ્યા છે.

વાત કરીએ જો આપણે ઘણા વર્ષો પહેલાની તો વર્ષો પહેલાં લાલ અને સફેદ રંગના જ ગરબા માતાજીની આરાધનામાં રાખવામાં આવતા હતો જો કે હવે તેવું રહ્યું નથી કારણ કે ઠેર ઠેર ડિઝાઈનર ગરબાઓનું સ્થાન જોવા મળે

ખાસ કરીને મોટા મહાનગરો કે શહેરમાં લાઈટિંગવાળા અને ડિઝાઈનર ગરબાની બોલબાલા ચાલી રહી છે. હવે માર્કેટમાં રંગબેરંગી અને કલાત્મક ગરબાઓએ પોતાનું સ્થાન જમાવ્યું છે. વર્તમાન સમયમાં લોકો ડિઝાઈનર ગરબા પસંદ કરી રહ્યા છે.

જો કે ઘરની સજાવટ કરતા શોખીનો બે ગરબાઓ પમ ઘરમાં રાખતા હોય છે એક સાદો ગરબો જે નવ દિવસની પુજા બાદ પાણીમાં પધરાવવામાં આવે છે જ્યારે આ પ્રકારનો ડિઝાઈનર કે લાઈટિંગ વાળો ગરબો જેને સમગ્ર વર્ષ સુધી ડેકોરેશન તરીકે ઘરમાં જમાવી રાખે છે.

વાત કરીએ આ ડિઝાઈનર ગરબાઓની તો તેની કિમંત પણ ઓછી જ હોય છે, રુપિયા ૧૩૦થી લઈને 2 હજાર સુધી તે મળી રહે છે, અવનવા કલાત્મક ગરબામાં આભલાં, ટીકી, સ્ટોન, મોતી, ડાયમંડ વર્ક, મિરર વર્ક વગેરેનો ઉપયોગ કરીને આ પ્રકારના ગરબાને ડિઝાઈનર બનાવવામાં આવે છે.

આ સાથે જ હવે તો ગરબા પર છીપલા મોતી અને કોડી પણ લગાવીને તેને ડેકોરેટ કરવામાં આવે છે ,તેની સાથે રંગીન રંગો વજે તેની શોભામાં વધુ વધારો કરવામાં આવે છે.આ ઉપરાંત બાજઠવાળા ગરબાની પણ લોકોમાં ભારે માગ છે.

લાઈટિંગવાળા ગરબામાં કાણા વાળા ગરબાની અંદર ઈલેક્ટ્રોનિક લાઈટિંગ ફઇટ કરવામાં આવે છે તેમાં એક એડેપ્ટર લગાવી ઈલેક્ટ્રિક વાયર સાથે જોડવામાં આવે છે. આમ તમામ કામગીરીથી ગરબાની અંદર દિવાળીમાં જે લાઈટો ઝગમગાતી હોય છે તે ગરબાની અંદર ટમટમાતી તારાની જેમ જોવા મળે છે.

આ સાથે ફરતા ગરબા બનાવા માટે એક નોની મોચરનો ઉપયોગ કરવામાં આવતો બહોય છે, તેનાથી ગરબો ગોળ ગોળ ફરતો હોય છે અને તેની સાથે સાથએ લાઈટની રોશની પણ ચારે તરફ ગોળ ગોળ ફેલાતી જોવા મળે છે.