Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ભાજપાએ 15 લાખથી વધારે સુચનો મેળવી બનાવ્યો સંકલ્પપત્ર

Social Share

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024ની લોકસભાની સામાન્ય ચુંટણીઓ માટે પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ચુટંણી ઢંઢેરાને સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી નામ અપાયુ છે. દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ રાજનાથ સિંહે તથા સમિતિના સભ્ય નિર્માલા સીતારમણે મેનીફેસ્ટો જાહેર કર્યો હતો. ભાજપના સંકલ્પ પત્ર અંગે સમિતિના અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યુ કે સમયના અભાવ વચ્ચે પ્રધાનમંત્રી સતત માર્ગદર્શન આપતા રહ્યા હતા. સંકલ્પ પત્ર બનાવવા માટે અલગ અલગ માધ્યમ થી 15 લાખથી વધારે સુચનો મળ્યા હતા. 4 લાખ સુચન નમો એપ અને 10 લાખ સુચન વિડિયો થકી મળ્યા હતા. આ સંકલ્પ પત્ર 27 સભ્યોની સમિતિએ તૈયાર કર્યું છે..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંકલ્પ પત્ર જાહેર કર્યા બાદ સંબોધન કર્યુ હતુ તેમણે કહ્યુ કે આજે શુભ દિવસ દેશના ઘણા રાજ્યોમાં નવ વર્ષની શરુઆત છે પ્રધાનમંત્રીએ કહ્યુ કે સમગ્ર દેશ આતુરતા પુર્વક ભારતીય જનતા પાર્ટીના મેનીફેસ્ટોની રાહ જુએ છે..તેમણે ઉમેર્યુ કે સંકલ્પ પત્ર વિકસિત ભારતના 4 મજબુત સ્થંભ યુવા શક્તિ, નારી શક્તિ, ગરિબ અને ખેડૂતને સશક્ત બનાવે છે. અમારુ ધ્યાન ડિગ્નીટી ઓફ લાઇફ અને ક્વોલીટી ઓફ લાઇફ સાથે રોકાણથી નોકરી પર પણ છે. સંકલ્પ પત્રમાં ક્વોનટીટી ઓફ ઓપર્ચ્યુનીટી અને ક્વોલીટી ઓફ ઓપર્ચ્યુનીટી પર ભાર મુકવામાં આવ્યો છે…સંકલ્પ પત્રમાં યુવાન ભારતની યુવાન આકાઁક્ષાઓનું પ્રતિબીબ છે. ભાજપ સરકારે  10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર નિકાળીએ સિદ્ઘ કર્યુ છે કે અમે પરિણામ લાવવા માટે કામ કરીએ છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે વન નેશન વન ઈલેક્શનના વિચારના સાકાર કરવાનો સંકલ્પ લઈ આગળ વધીશું. પ્રધાનમંત્રીએ આજના દિવસને શુભ અને પવિત્ર ગણાવ્યો હતો તેમણ કહ્યુ કે આજે દેશના વિવિધ રાજ્યોમાં નવા વર્ષની શરુઆત છે. ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે માં કાત્યાયની ની પુજાનુ મહત્વ હોય છે  અને તેમના બંને હાથમાં રહેલા કમળના ફુલને સંયોગ ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ રાજનાથ સિંહ અને તેમની ટીમને ઉત્તમ મેની  ફેસ્ટો બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથેજ સંકલ્પપત્ર બનાવવા માટે સુચનો આપનાર નાગરિકો ને  અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.