Site icon Revoi.in

સુરતની એક દુલ્હને કન્યાદાનમાં મળેલા દોઢ લાખ રુપિયા રામ મંદિર માટે દાન કર્યા 

Social Share

અમદાવાદઃ-અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે દેશની દરેક વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર દાન આપવા આગળ આવી રહી છે. ગરિબોનું પણ માનવું છે કે, તેમની ઝૂંપડી બને કે નહી પરંતુ ભગવાન રામનું મંદિર બનાવવું જોઈએ. તે જ સમયે,દેશના કેટલાક ધનવાનો પણ દાન આપવા આગળ આવી રહ્યા છે ત્યારે ગુજરાતના સુરતનીએક કન્યાએ ભગવાન શ્રી રામના મંદિર માટે તેના કન્યાદાનમાં મળેલા દોઢ  મંદિર માટે દાનમાં આપ્યા હતા. તેણે કહ્યું કે જ્યારે પણ હું રામ મંદિર જોઈશ ત્યારે મને મારા લગ્નનો દિવસ યાદ આવશે.

મળતી માહિતી મુજબ સુરતના હીરા વેપારી રમેશ ભલાણીની પુત્રી દ્રષ્ટિ એક ઝવેરાત ડિઝાઇનર છે, જેણે લૂમ્સના ઉદ્યોગપતિ સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન દરમિયાન, કન્યાદાનમાં દ્રષ્ટિને તેના પિતા પાસેથી 1.5 લાખ રૂપિયા કન્યાદાનમાં મળ્યા હતા, જે લગ્ન સમારંભ દરમિયાન જ કન્યાએ અયોધ્યામાં બનાવવામાં આવી રહેલા રામ મંદિરને દાનમાં આપ્યા હતા.

રામ મંદિર માટે દોઢ લાખ રૂપિયાનો ચેક આપ્યા બાદ દુલ્હન બનેલી દ્રષ્ટિએ  કહ્યું કે આપણે બધાં ઘણાં વર્ષોથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણની વાત કરી રહ્યા છીએ. હવે એવો સમય આવી ગયો છે કે જ્યારે ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવા જઈ રહ્યું છે. મારા પરિવાર માટે આ ગર્વની ક્ષણ છે. મને આ માટે મારા પિતા પાસેથી પ્રેરણા મળી.

મળતી માહિતી પ્રમાણે દુલ્હને કહ્યું કે,મેં સપનામાં પણ ક્યારેક આ વિચોર્યં નહોતું, પરંતુ ભગવાન રામની કૃપાથી મને આ તક મળી છે. ભવિષ્યમાં જ્યારે પણ હું અયોધ્યા જઈશ અને ભગવાન રામના દર્શન કરીશ ત્યારે મને મારા લગ્નનો દિવસ યાદ આવશે.

માનવામાં આવી રહ્યું છે કે, કન્યાની વાત સાંભળીને લગ્નમાં પહોંચેલા મહેમાનોએ પણ રામ મંદિર માટે દાન આપ્યું હતું. નોંધનીય છે કે સુરતમાં ઘણા લોકો દરરોજ રામ મંદિર માટે સમર્પણ ભંડોળ આપી રહ્યા છે.

સાહિન-