Site icon Revoi.in

કેજરીવાલના નવા આવાસના નિર્માણમાં કથિત અનિયમિતતા અંગે CBIએ પ્રાથમિક તપાસ શરૂ કરી

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલના આવાસના નિર્માણમાં કથિત અનિયમિતતા મામલે સીબીઆઈએ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અરવિંદ કેજરિવાલના આવાસ પાછળ કરોડોના કથિત ખર્ચને મામલે રાજકારણ ગરમાયું હતું. તેમજ ભાજપ સહિતના રાજકીય પક્ષોએ કેજરિવાલ સામે ગંભીર આક્ષેપ કર્યાં હતા. દરમિયાન સમગ્ર મામલે સીબીઆઈએ પ્રાથમિક તપાસ શરૂ છે. જો કે, આ તપાસ અરવિંદ કેજરિવારની સામે નહીં પરંતુ સરકારી અને કેટલાક ખાનગી કર્મચારીઓ સામે કરાશે.

CBIએ સિવિલ લાઈન્સમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નવા આવાસના નિર્માણમાં કથિત અનિયમિતતાઓની પ્રાથમિક તપાસ શરૂ કરી છે. CBI અધિકારીઓ અનુસાર દિલ્હી સરકારના કર્મચારીઓ અને કેટલાક ખાનગી ક્ષેત્રના લોકો સામે તપાસ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ શામેલ નથી. અધિકારીઓ અનુસાર તપાસમાં પર્યાપ્ત જાણકારી મળશે, તો એક કેસ દાખલ કરવામાં આવશે. CBIએ કેટલીક ઉપશાખાઓમાં લોક નિર્માણ વિભાગ-PWD દ્વારા કરવામાં આવતી ચૂકવણી બાબતે વિગતવાર જાણકારી આપવા માટે કહેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલના નિવાસસ્થાન પાછળ કરોડોના ખર્ચ કરવા મામલે ભાજપ સહિતના વિપક્ષી પક્ષોએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરિવાલ સામે ગંભીર આક્ષેપ કર્યાં હતા. એટલું જ નહીં આ મામલે આમ આદમી પાર્ટી પણ બચાવની સ્થિતિમાં આવી ગઈ હતી. હવે સમગ્ર મામલે સીબીઆઈએ પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી.