Site icon Revoi.in

જળ જીવન મિશન યોજના હેઠળ ગુજરાતને કેન્દ્ર સરકારે રૂ. 883.08 કરોડ ફાળવ્યાં

Social Share

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા જળ જીવન મિશન હેઠલ ચાલુ વર્ષે ગુજરાતને 883 કરોળની ફાળવણી અને 11.12 લાખ ઘરને નળ જોડાણ આપ્યું હોવાનું કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી રતનલાલ કટારિયાએ જણાવ્યું હતું. ગયા વર્ષે કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ. 390 કરોડની ફાળવણી કરી હતી.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી રતનલાલ કટારિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જળ જીવન મિશનની જાહેરાત 15મી ઓગષ્ટ 2019માં કરી હતી. અત્યાર સુધીમાં દેશમાં 3.36 કરોડ ઘરમાં નળ દ્વારા પાણી જોડાણ આપવામાં આવ્યા છે. આ સમયગાળા દરમ્યાન ગુજરાતને 11.12 લાખ ઘરોમાં પાણીના જોડાણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 4થી ફેબ્રુઆરી 2021ની સ્થિતિએ ફાળવવામાં આવેલા 883.08 કરોડ પૈકી ગુજરાતને 662.76 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. ગુજરાતને 2019-20માં આ મિશન હેઠળ 390.31 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

ગુજરાતના જળસંપત્તિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 93.6 લાખ ગ્રામીણ પરિવારોમાંથી 65 લાખ પાસે પહેલેથી જ પારિવારિક નળના જોડાણો છે.  જળ જીવન મિશન અંતર્ગત ગુજરાત ગ્રામીણ પીવાના પાણી ક્ષેત્રમાં સેન્સર આધારિત સર્વિસ ડિલીવરી મોનીટરીંગ સિસ્ટમનું અમલીકરણ કરી રહ્યું છે.