Site icon Revoi.in

કોરોના સામે કેન્દ્રની લડાઈ, રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને 17 કરોડ બે લાખથી વધુ ડોઝ વિનામૂલ્યે આપ્યા

doctors at hospital wearing mask covid 19

Social Share

દિલ્લી:  દેશ હાલ કોરોનાના સંક્રમણ સામે લડી રહ્યો છે, સરકાર માટે અનેક પડકારો માથે આવીને ઉભા છે. સરકાર લોકોને ઓક્સિજન પુરતા પ્રમાણામાં મળી રહે તે માટે તો તમામ પ્રયાસ કર્યા છે સાથે સાથે દેશના રાજ્યોને તથા કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં વિનામૂલ્યે 17 કરોડથી વધારે ડોઝ આપ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર દ્વારા આગામી ત્રણ-ચાર દિવસોમાં 36 લાખ વધારે ડોઝ આપવામાં આવશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ રસીના કેટલાક ડોઝ વેડફાયા હોવાના અહેવાલ છતાં રાજ્યો પાસે 94 લાખ 47 હજરાથી વધુ કોવીડની રસીના ડોઝ ઉપલબ્ધ છે.

જો કે આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, કોવીડ સામેની લડત અસરકારક બનાવવા માટે કોવીડની રસીના ડોઝ ઓછામાં ઓછા વેડફાય તે જરૂરી છે.