Site icon Revoi.in

અમદાવાદમાં લો ગાર્ડન સાથે જોડતા પાલડી અંડરબ્રિજનું મુખ્યમંત્રી કર્યું લોકાર્પણ

Social Share

અમદાવાદઃ શહેરમાં વધતી થતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા અમદાવાદમાં નવનિર્મિત  ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે નવા બનાવવામાં આવેલા રેલવે અંડરબ્રિજને ખૂલ્લો મુકાતા ટ્રાફિકની સમસ્યા હળવી જશે.

લોકસભાની ચૂંટણી પહેલાં અમદાવાદના શહેરીજનોને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી હતી. જેમાં સ્વ.  ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસ 83 કરોડના ખર્ચે બનીને તૈયાર કરાયો છે. પાલડી અંડર પાસ પાલડી ક્રોસ રોડને લૉ ગાર્ડન સાથે જોડશે તથા આંબાવાડી, લૉ ગાર્ડન, પાલડી અને નવરંગપુરાના રહેવાસીઓ માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદરૂપ થશે. સાથે જ આ બ્રિજને કારણે શહેરની મધ્યમાં થતા ટ્રાફિકનું ભારણ ઓછું થશે. સાથે જ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ પણ મળશે.  લોકોની અવરજવર માટે સાઈડમાં વોક-વે પણ બનાવવામાં આવેલો છે. લો ગાર્ડન, નવરંગપુરા, ઇન્કમટેક્સ તરફથી જે લોકોને પાલડી અને પૂર્વ વિસ્તાર તરફ જવું હશે તેના માટે અવરજવરમાં સરળતા રહેશે રોજના એક લાખ લોકોને આ અંડરબ્રિજના કારણે ફાયદો થશે. જલારામ અંડરબ્રિજ ઉપરથી રેલ્વે લાઈન અને મેટ્રો રેલ બંને એક સાથે પસાર થાય છે. જેના પગલે અંડર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શહેરના પાલડી અંડરબ્રિજની બંને બાજુની દીવાલો પર આર્ટવર્ક કરવામાં આવ્યું છે. જેમાં શહેરના કોટવિસ્તારનો વારસો અને વનસ્પતિ તથા પ્રાણીસૃષ્ટિની ઝલક પ્રદર્શિત થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં 83 કરોડના ખર્ચે. તૈયાર થયેલા જી.એમ.આર.સી, એ.એમ.સી. અને રેલ્વે દ્વારા સહ નિર્મિત પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.