Site icon Revoi.in

વાવ તાલુકામાં ઘાસચારાની અછત સર્જાતાં પશુપાલકોની હાલત કફોડી

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના સરહદી વાવ તાલુકામાં હાલ પશુપાલકોની હાલત કફોડી બની છે. જુવારના એક પૂળાના 30 રૂપિયા આપવા છતાં ક્યાંય સૂકો કે લીલો ઘાસચારો મળતો નથી. જેને લઈ પશુપાલકોને પશુધન બચાવવું મુશ્કેલ બન્યું છે. સરહદી વાવ-સુઇગામ તાલુકો ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે ઘાસની તંગીને લીધે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના વાવ અને સુઈગામ તાલુકામાં ખેડુતો અને પશુપાલકો મોટી સંખ્યામાં છે.ગત ચોમાસે નહિવત વરસાદ પડતાં ખેડૂતો ઘાસચારો ઉગાડી શક્યા ન હતા તેમજ આ વર્ષે જીરાનો પાક પણ નિષ્ફળ નીવડ્યો હોઇ ખેડૂતોને મસમોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો ઉનાળુ વાવેતર કરી ઘાસચારો ઉગાડે તે પહેલાં 15 માર્ચથી કેનાલો બંધ કરવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કેનાલો ચાલુ રાખવામાં નહિ આવે તો પશુપાલકોને પશુધન બચાવવું મુશ્કેલ બની રહેશે અને પશુઓ મોતના મુખમાં ધકેલાઇ જશે.  ખેડૂતોની હાલત કફોડી બનશે.

વાવ તાલુકામાં સિંચાઈની સુવિધા માત્ર નર્મદા કેનાલ આધારિત છે.  કેનાલોમાં પાણી આવતા ઘણા ખરા ખેડૂતો પશુઓ લઈ ખેતરોમાં વસવાટ કરી રહ્યા છે. જો ઉનાળે કેનાલોમાં પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતો તેમજ પશુઓ માટે ઉનાળામાં પીવાના પાણીની મોટી સમસ્યા પણ ઉભી થશે. જુવારના એક પૂળાના 30 રૂપિયા આપવા છતાં ક્યાંય સૂકો કે લીલો ઘાસચારો મળતો નથી. જેને લઈ પશુપાલકોને પશુધન બચાવવું મુશ્કેલ બન્યું છે. સરહદી વાવ-સુઇગામ તાલુકો ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે ઘાસની તંગીને લીધે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.