બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ઘાસચારાના ભાવમાં વધારો, પશુપાલકોની કફોડી હાલત
પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ચાતક નજરે રાહ જોવાય રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ઘાંસના ભાવમાં વધારો થયો છે. તેના લીધે પશુપાલકોની હાલક કફોડી બની છે. પશુપાલકો મોંઘાભાવનું ઘાંસ ખરીદી રહ્યા છે. જિલ્લામાં પશુપાલનનો મોટા વ્યવસાય છે, ગામડાંમાં પશુપાલન આજીવિકાનો મુખ્ય આધાર છે. ત્યારે ખેડુતો સાથે પશુપાલકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર […]