1. Home
  2. Tag "Scarcity"

સૌરાષ્ટ્રમાં પોસ્ટ કચેરીઓમાં ટપાલ ટિકિટની અછત, ફ્રેન્કિંગ મશીન પણ ચાલતા નથી,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પોસ્ટ ઓફિસમાં ટપાલ ટિકિટની અછત સર્જાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ઘણી પોસ્ટ ઓફિસમાં ફ્રેન્કિંગ મશીનો પણ ચાલતા નથી.આથી લોકોને ટપાલ, પરબિડિયા કે પાર્સલો મોકલવામાં મુશ્કેલી પડી રહી છે. નાસિકથી ટપાલ ટિકિટોનો જથ્થો ન આવતા પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. જો કે  એક અઠવાડિયામાં ટપાલ ટિકિટની અછતની સમસ્યા દૂર થઈ […]

શિક્ષણમંત્રીના જિલ્લામાં વિદ્યાર્થીઓને પુસ્તકો વિના ભણવાની નોબત આવી, ક્યાથી ભણશે ગુજરાત?

ભાવનગરઃ  શહેરમાં ધો.1થી 12ની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થઇને ગત તા.13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે, પરંતુ શહેરની અને જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજ્ય પાઠયપુસ્તક મંડળના વાંકે પુસ્તકો વિના જ અભ્યાસ શરૂ કરવો પડ્યો છે. પુસ્તકો નહીં મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પુસ્તકો માટે દોડા દોડી કરવી પડી રહી છે. જેમ કે […]

શ્રીલંકાઃ પેટ્રોલ પંપમાં ઈંધણની અછતને મુદ્દે વાહનચાલકો અને સુરક્ષા જવાનો વચ્ચે ઝપાઝપી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત ઉભી થઈ થઈ છે. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખતમ થઈ જતા વાહનચાલકોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવા માટે સૈન્યને બોલાવવામાં આવ્યું હતું. કોલંબોની ઉત્તરે 365 કિલોમીટર દૂર વિસુવામાડુમાં સૈનિકોએ ઇંધણ માટે વાહનચાલકોના વિરોધને ડામવા ગોળીબાર કર્યો […]

દેશમાં કોલસાને અછતને પગલે 10 રાજ્યમાં વીજ સંકટના વાદળો ઘેરાયાં

નવી દિલ્હીઃ દેશમાં હાલ ઉનાળાના દિવસોમાં બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે, આગામી દિવસોમાં લોકોને ઉનાળાના દિવસોમાં વધારે ગરમીનો સામનો કરવો પડે તેવી શકયતા છે. દેશના હાલ કોલસાની અછતને કારણે વીજ સંકટના વાદળો છવાયાં છે. પાવર કટના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ અસર થવાની ધારણા છે. દેશની અર્થવ્યવસ્થા કોરોના અને લોકડાઉનથી થયેલા નુકસાનમાંથી […]

ચીનના શાંઘાઈમાં લોકડાઉનના પગલે જનજીવન ખોરવાયું, જરૂરી દવાઓ અને ભોજનની અછત

નવી દિલ્હીઃ ચીનના શાંઘાઈમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ચીનના પ્રશાસને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અહીં કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર શાંઘાઈમાં લોકો માટે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોમાં ખાવા-પીવાની વસ્તુઓનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં એક વ્યક્તિ કોવિડ લોકડાઉનના નિયમોને તોડીને પોલીસ પાસે પહોંચ્યો હતો. તેને અપેક્ષા હતી કે […]

વાવ તાલુકામાં ઘાસચારાની અછત સર્જાતાં પશુપાલકોની હાલત કફોડી

પાલનપુરઃ બનાસકાંઠાના સરહદી વાવ તાલુકામાં હાલ પશુપાલકોની હાલત કફોડી બની છે. જુવારના એક પૂળાના 30 રૂપિયા આપવા છતાં ક્યાંય સૂકો કે લીલો ઘાસચારો મળતો નથી. જેને લઈ પશુપાલકોને પશુધન બચાવવું મુશ્કેલ બન્યું છે. સરહદી વાવ-સુઇગામ તાલુકો ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે ઘાસની તંગીને લીધે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

બનાસકાંઠાના શિહોરીમાં રાસાયણિક ખાતરની તંગીથી ખેડુતો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠાના કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની  લાઈનો લાગી ગઈ છે. રવી સીઝનમાં ખેડૂતોને પુરતું ખાતર મળતું ન હોવાની વાત સામે આવી છે. ત્યારે ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી લાઈનોમાં લાગ્યા છે. રવી સીઝનમાં જરૂરિયાત પ્રમાણે ખાતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં હાલ રવિ […]

કેટલીક કોલસાની ખાણો બંધ થઇ અને અન્ય કેટલીક ખાણોમાં પાણી ભરાતા સર્જાઈ કોલસાની અછત

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોલસાની અછત ઉભી થતા અનેક રાજ્યોમાં વિજળી કાપની સમસ્યા ઉભી થઈ છે. જો કે, વીજળી કાપની સમસ્યાને ટાળવા માટે સરકાર એક્સચેન્જમાંથી મોંઘાભાવે વીજળી ખરીદી રહી છે. ચોમાસાના કારણે કોલસાની ખાણો બંધ થવાથી તથા અનેક ખાણોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી કોલસાની અછત સર્જાઈ હોવાનો કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ દાવો કર્યો છે. તેમણે […]

લો બોલો, હોસ્પિટલોમાં પ્રાણવાયુની અછત વચ્ચે હરિયાણામાં ઓક્સિજન ભરેલુ ટેન્કર થયું ગાયબ

પ્રવાહી ઓક્સિજન ભરેલુ ટેન્કર પાણીપતથી નીકળ્યું હતું ટેન્કર સીરસા જવા રવાના થયું હતું ડ્રગ કંટ્રોલરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી દિલ્હીઃ  દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેરના કારણે સ્થિતિ રોજબરોજ બગડતી જઈ રહી છે, અને ઘણા રાજ્યોમાં ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ અને આઇસીયુ બેડની પણ અછત પડી રહી છે. દરમિયાન હરિયાણામાં ઓક્સિજન ભરેલું આખેઆખુ ટેન્કર ભેદી સંજોગોમાં […]

કોરોનાને લીધે શ્રમિકોની અછતથી કૃષિ ક્ષત્રે ફટકોઃ કેરી,ચીકુની સીઝનમાં ખેડુતો બન્યા ચિંતિત  

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે કૃષિ ક્ષેત્રે પણ અસર જોવા મળી રહી છે. રાજ્ય કૃષિ ક્ષત્રે આદિવાસી શ્રમિકોનો ફાળો સવિષેશ છે. ઘણા શ્રમિકો હોળી-ઘૂળેટીમાં પોતાના વતન ગયા હતા તે હજુ પરત ફર્યા નથી. ત્યારે ખેતવાડી ક્ષેત્રે પણ મજૂરોની અછત વર્તાવા લાગી છે. કોરોનાની લહેર વધુ  લાંબી ચાલશે તો દક્ષિણ  ગુજરાતમાં કેરી-ચીકુ પકવતા ખેડૂતોને આર્થિક નુકશાન વહોરવુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code