Site icon Revoi.in

અમદાવાદમાં બનશે દેશનું પહેલું 16 માળનું સુપર-મોડર્ન રેલવે સ્ટેશન, જાણો તેની ખાસિયત

Social Share

ગાંધીનગરઃ ભારતમાં પહેલી વાર એવુ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યો છે, જે 16 માળનું હશે અને અહીંથી ટ્રેન જ નહીં, પરંતુ બસ, મેટ્રો અને ભવિષ્યની બુલેટ ટ્રેન સુધીની તમામ સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે. આ સ્ટેશનની અંદર મોલ, ઓફિસ, હોટેલ અને ગાર્ડન જેવી સુવિધાઓ પણ હશે. આ પ્રોજેક્ટ દેશના પરિવહન ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન લાવવાનો છે.

ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદ રેલવે સ્ટેશનને દેશનું સૌથી ઊંચું અને આધુનિક 16 માળનું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે. આ મેગા પ્રોજેક્ટ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતના પરિવહન માળખાને નવો માપદંડ આપી શકે છે. રેલવે અનુસાર પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને તેને જુલાઈ 2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

16 માળનું ભવ્ય સ્ટ્રક્ચર

આધુનિક આર્કિટેક્ચર અને હેરિટેજનો અનોખો મેળ

વિશાળ પાર્કિંગ સુવિધા

ઓફિસ કેમ્પસ, કોમર્શિયલ ઝોન

મુસાફરો માટે વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ

આ સ્ટેશન માત્ર મુસાફરી માટે નહીં, પરંતુ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે એક અત્યાધુનિક બહુઉદ્દેશીય કેન્દ્ર બનશે. આ સ્ટેશનને ખાસ રીતે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. રેલવે, મેટ્રો, બસ સેવા અને બુલેટ ટ્રેન (ભવિષ્યનું કનેક્શન) બધું એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે. મુસાફરોને શહેરના કોઈપણ ખૂણેથી સરળ અને ઝડપભર્યું કનેક્શન મળશે. 

વેસ્ટર્ન રેલવેના DRM વેદ પ્રકાશ મુજબ, આ 16 માળનું ભવ્ય સ્ટેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૃષ્ટિનાં પરિણામરૂપ છે. તેમણે જણાવ્યું કે, સંપૂર્ણ સ્ટેશનને શહેરના દરેક ક્ષેત્રથી જોડવાની યોજના, ભવિષ્યમાં વધતા મુસાફરોના દબાણને સરળતાથી હેન્ડલ કરી શકે તેવી ડિઝાઇન અને શહેરના તમામ ટ્રાન્સપોર્ટ નેટવર્કનો સીધુ અને સરળ જોડાણને ધ્યાનમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અમદાવાદના વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે.

(PHOTO-FILE)

Exit mobile version