Site icon Revoi.in

શાળા-કોલેજો શરૂ કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશેઃ ચુડાસમા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. તમામ ઉદ્યોગ-ધંધા અને બજારો પણ રાબેતા મુજબ ખૂલી ગઈ છે. પરંતુ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હોવા છતાં હજુ વિદ્યાર્થાઓને ઓન લાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળા સંચાલકો પણ સ્કુલ ખોલવાની માગણી કરી રહ્યા છે. ત્યારે શાળાઓ અને કોલેજો ફરી ખોલવા મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે, હવે શાળા-કોલેજો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશે. અમદાવાદની GLS યુનિવર્સિટીમાં યુનિવર્સિટી અને ઓટોમોબાઇલ કંપની વચ્ચે આયોજિત BBA અભ્યાસક્રમના MOU કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિવેદન આપ્યું હતું.

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેથી હવે સ્કૂલ કોલેજ શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી બતાવી છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શાળા કોલેજો શરૂ કરવા મામલે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે. પહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને ત્યારબાદ 9,8,7 અને 6 ધોરણ મુજબ શાળા ખોલવા નિર્ણય લેવાશે. ગત વર્ષની જેમ આ વર્ષએ પણ આ બાબતે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય કરવામાં આવશે. GLS યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનું મને ગૌરવ છે. ગુજરાતનો આ પહેલો પ્રસંગ હશે કે ઔદ્યોગીક ગૃહે યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા હોય. આ દિવસ ઇતિહાસમાં લેન્ડ માર્ક સાબિત થશે. આ એમઓયુના પરિણામે ગુજરાત અને ગુજરાત બહારના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગોને લાભ થશે. ઉદ્યોગોને જે પ્રકારની સ્કીલ વાળા ગ્રેજ્યુએટ જોઇએ એ પ્રકારના મળી રહેશે.