Site icon Revoi.in

ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની સંત સમાજની માંગણી, જળ સમાધી લેવાની આપી ચીમકી

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ભગવાન શ્રીરામજીની જન્મભૂમિ અયોધ્યામાં હાલ ભવ્ય રામ મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગણી સંત સમાજ દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માંગણી નહીં સંતોષવામાં આવે તો જળ સમાધી લેવાની પણ ચિંમકી ઉચ્ચારી છે. ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન સંત સમાજ દ્વારા દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગણી કરવામાં આવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

તપસ્વી છાવમીના જગદગુરૂ પરમહંસજી આચાર્ય મહરાજે જણાવ્યું હતું કે, ભારતને તા. 2 ઓક્ટોબરના રોજ હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે, અન્યથા હું સરયુ નદીમાં જળ સમાધી લઈશ. આ ઉપરાંત તેમમે મુસ્લિમ અને કિશ્ચિયન સમાજની નાગરિકતા રદ કરવાની માંગણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં 80 ટકાથી વધારે વસતી હિન્દુ છે તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગણી કેટલાક હિન્દુ સંગઠનો અને સાધુ-સંતો દ્વારા કરવામાં આવી રહી છે. દરમિયાન પરમહંસજી આચાર્ય મહારાજએ માંગણીને બુલંદ કરવાની સાથે જળસમાધીની ચીમકી આપતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ હવે કેન્દ્ર સરકાર તેમની માંગણીને લઈને શું કાર્યવાહી કરે છે તેની ઉપર લોકોની નજર મંડાયેલી છે.