Site icon Revoi.in

કોરોના દર્દીઓની માનસિકતા સુધારવા હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ ગરબે ઘૂંમ્યા

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. કોરોનાનામાં મોટાભાગના દર્દીઓ સાજા થઈ જતા હોય છે. પણ દર્દીઓમાં કોરોનાનો ભય વધુ હોય છે. આવા સમયે દર્દીઓને માનસિક મનોબળ પુરૂ પાડવાની ખાસ જરૂર હોય છે. ત્યારે શહેરની ઘણીબધી હોસ્પિટલના તબીબો સ્ટાફ સાથે ગરબે ઘૂંમી કે ડાન્સ કરીને દર્દીઓનું માનસિક મનોબળ વધારી રહ્યા છે.

શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓને જીવનદાન આપવા માટે તબીબો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. જો કે શરીરનાં સારા સ્વાસ્થ્ય માટે મનની પ્રસન્નતા પણ ખુબ જ જરૂરી છે. તેવામાં શહેરનાં એસ.જી હાઇવે પર આવેલા SGVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ખુશ રાખવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં એસ.જી હાઇવે પર આવેલી SGVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દવાઓથી શરીરને સ્વસ્થ કરવાની સાથે ડોક્ટર્સ, યોગ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ તથા તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓ એવા પ્રયાસો કરી રહ્યા છે કે, દર્દીઓમાં સકારાત્મકતા વધે. જેના પગલે સ્ટાફ દ્વારા PPE કીટ પહેરીને દર્દીઓ સાથે ગરબા ગાયા હતા. અને સકારાત્મકતા ફેલાવવા માટેનો પ્રયાસ કર્યો હતો.

કોરોનાના કેટલાક દર્દીઓએ પણ PPE કિટ પહેરીને હોસ્પિટલના સ્ટાફ સાથે ડાન્સ કર્યો હતો દર્દીઓ પણ હળવાશના મુડમાં જોવા મળ્યા હતા કોરોનાની મહામારીમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. બીજી તરફ સંક્રમિત વ્યક્તિ પણ ગભરાઇ જતા હોય છે. સતત મોત અને રોકકળ વચ્ચે રહેતા આ દર્દીઓની માનસિકતા પર અસર પડે છે. તેવામાં તેમને તણાવ મુક્ત રાખવા માટે તબીબો તથા મેડિકલ સ્ટાફ દ્વારા કરાતા આ કાર્યથી દર્દીઓની માનસિકતા ખુબ જ સકારાત્મકતા થાય છે.