Site icon Revoi.in

દિપીકા પાદૂકોણ અને શાહરુખ ખાનની જોડી હવે ફિલ્મ ‘જવાન’માં સાથે જોવા મળશે

Social Share

મુંબઈઃ- બોલિવૂડના સિતારા શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણની જોડી દર્શકોએ ખૂબ વખાણી છે. ત્યારે હવે ફરી એક વખત આ જોડી તમને સિનેમાઘરોમાં જોવા મળશે, જાણકારી પ્રમાણે હવે દીપિકા પણ શાહરૂખ સાથે એટલીની ફિલ્મ જવાનમાં સાથે કામ કરશે.

દીપિકા પાદુકોણ શાહરૂખ ખાન સાથે તેની કમબેક ફિલ્મ પઠાણમાં જોવા મળશે. આ સિવાય હવે જવાનમાં પણ ફેન્સને પઠાણ સિવાય દીપિકા-શાહરુખ પણ સાથે જોવા મળશે.દીપિકા પાદુકોણ ફિલ્મ જવાનમાં ખૂબ જ મહત્વપૂર્ણ કેમિયો કરી શકે છે. આ અંગે દીપિકા શાહરૂખ અને એટલી સાથે વાતચીત ગાલ ચાલી રહી છે. હાલ તો કેમિયોની વાત ફાઈનલ થઈ ગઈ છે, માત્ર ડીલ પર હસ્તાક્ષર થવાના બાકી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. 

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ ‘ઘેહરાઈયાં’માં જોવા મળી હતી. આ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, કેટલાકને ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી, જ્યારે કેટલાકે ફિલ્મને સંપૂર્ણ રીતે નકારી કાઢી હતી. બીજી તરફ  શાહરૂખ ખાન ફિલ્મ પઠાણથી કમબેક કરી રહ્યો છે. પઠાણ જાન્યુઆરી 2023માં રિલીઝ થશે. ફિલ્મમાં જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

Exit mobile version