Site icon Revoi.in

કોરોનાની લગ્નગાળા પર પડી અસરઃ અમદાવાદ અને સુરતમાં જ 5500થી વધુ લગ્નો મુલત્વી રખાયાં

Social Share

અમદાવાદઃ કોરોનાના વધતા જતા કેસને લીધે લોકોને લગ્નો રદ કરવાની ફરજ પડી રહી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં અનેક લગ્નો મુલત્વી રાખવામાં આવ્યા છે. બે-ત્રણ મહિના પહેલા જ લગ્નો માટે પાર્ટી પ્લાટ્સ, મેરેજ હોલ, કેટરિંગ વગેરેના બુકિંગ કેન્સલ થવા લાગ્યા છે. સુરત જિલ્લામાં  બે મહિનામાં 5500 લગ્ન કેન્સલ થયા છે. તેનાથી મેનેજમેન્ટ એજન્સીઓને 250 કરોડનું નુક્સાન થઇ ચૂક્યું છે. જો નવેમ્બર સુધી પણ પણ આવી જ સ્થિતિ રહી તો 500 કરોડનું નુકસાન થવાનું અનુમાન છે.

અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પરના પાર્ટી પ્લોટ્સ, એસપી રિંગ રોડ પરના પાર્ટી પ્લોટ્સ, વૈશ્નોદેવી સર્કલ આજુબાજુના પાર્ટી પ્લોટ્સ, ઉપરાંત શહેરના સેટેલાઈટ સહિત અનેક વિસ્તારોમાં આવેલા પાર્ટી પ્લોટ્સને લગ્નો માટે બે-ત્રણ મહિના પહેલા જ બુક કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગોર મહારાજ, કેટરિંગવાળા, ડેકોરેશનવાળા વગેરેને પણ બુક કરાયા હતા. પરંતુ કોરોનાને લીધે 50 કરતા વધુ વ્યક્તિઓને એકત્ર કરી શકાતા નથી. એટલે ઘણા લાકોએ પાર્ટીપ્લાટ્સ સહિતના બુકિંગ કેન્સ કરાવીને સાદગીથી જ ઘરમેળે જ લગ્નો યોજવાનું આયોજન કર્યું છે. જ્યારે ઘણા લોકોએ તો લગ્નો મુલત્વી રાખ્યા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 5500 હજાર લગ્ન કેન્સલ થયા છે. તેનાથી 250 કરોડનું નુકસાન થયું છે. લગભગ 30 હજાર લોકો બેરોજગાર થયા છે. એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવનારે જણાવ્યું હતું કે 2020ના એપ્રિલ, મે અને જૂનમાં થનાર લગ્ન નવેમ્બર, ડિસેમ્બર સાથે 2021ના મૂર્હુત સુધી સ્થગિત કરી દીધા હતા. આ વર્ષે એપ્રિલ, મે અને જૂનમાં થનાર મોટાભાગના સ્થગિત થઇ ગયા હતા.

દક્ષિણ ગુજરતમાં ઇવેન્ટ ઇંડસ્ટ્રી દ્વારા આયોજિત થનાર 20 હજાર લગન સ્થગિત કરવામાં આવ્યા છે. ઇવેન્ટ ઇંડસ્ટ્રી જોવામાં નાની લાગે છે, પરંતુ તેનાથી મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. આ તમામ લોકો પાસે અલગ-અલગ કામ કરે છે.  કોરોના અને કરફ્યુંના લીધે આ ઇંડસ્ટ્રીની હાલત ખૂબ ખરાબ થઇ ચૂકી છે. આ ઇંડસ્ટ્રી પર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. સરકાર જો આ વિશે વિચારે તો આગામી દિવસોમાં તેની સાથે જોડાયેલા લોકો ભુખમરાના કગાર પર આવી જશે. પહેલાં દિવસે અલગ-અલગ ઇવેન્ટ માટે દિવસમાં 10 કોલ આવતા હતા, હવે મુશ્કેલથી 2 કોલ આવી રહ્યા છે.