Site icon Revoi.in

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી આખી સરકાર રિમોટ કન્ટ્રેલથી જ ચાલશેઃ કોંગ્રેસનો આક્ષેપ

Social Share

અમદાવાદ : અમદાવાદ જિલ્લા કોંગ્રેસ  દ્વારા સાણંદ ખાતે પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડાની  ઉપસ્થિતિમાં સંયોજકની બેઠક મળી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભુપેન્દ્ર પટેલની નવી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે પહેલા મુખ્યમંત્રી રિમોટ કંટ્રોલથી ચાલતા હતા હવે ભુપેન્દ્ર પટેલની  આખી નવી સરકાર રિમોટ કંટ્રોલથી ચાલશે. ફરી એકવાર અધિકાર રાજનો ભોગ ગુજરાતની જનતા બનશે. ભાજપે સરકાર બદલી સ્પષ્ટતા કરી છે કે કોરોના મહામારીમાં રૂપાણી સરકારના મંત્રીઓ નિષ્ફળ રહ્યા હતા અને ગુજરાતની જનતાને મરવા છોડી મુકી હતી.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાણંદ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજીત સંયોજક સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા. તે સમયે પોતાની પ્રતિક્રિયા આપતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં અગાઉની રૂપાણી સરકારની નિષ્ફળતાઓના કારણે પ્રજાની આંખમાં ઘુળ નાખવા ફેરફાર કરાયા છે. અગાઉ ફક્ત મુખ્યમંત્રી રિમોટ કંટ્રોલથી ચાલતા હતા. હવે આખું મંત્રીમંડળ રિમોટ કંટ્રોલથી ચાલશે. મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળમાં ફેરફાર બતાવે છે કે સરકાર કોરોના સમયે સંપૂર્ણ નિષ્ફળ રહી છે. કોરોના સમયે ભાજપ સરકારે ગુનાહિત બેદરકારી કરી છે. જેના પરિણામે આજે ચૂંટણીના થોડી મહિનાઓ પહેલા સરકારે મુખ્યમંત્રી અને મંત્રીઓ બદલવા પડ્યા છે. ભાજપમાં ચાલી રહેલી આંતરિક લડાઇનો ભોગ સિનીયર મંત્રીઓ પણ બન્યા છે. ભાઉના માનીતા ધારાસભ્યોને મંત્રીના પદ અપાયા છે પરંતુ 16થી વધુ જિલ્લાઓ છે જ્યા એક પણ પ્રતિનિધિત્વ સરકારમાં અપાયું નથી.

વધુમા ચાવડાએ નવા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પર નિશાન તાકતા કહ્યું હતુ કે સી આર પાટીલની રેમેડેસિવર ઇન્જેક્શન ચોરી અંગે શું તપાસ થશે. આ સાથે એક વાત આ પણ આવી રહી છે કે જે રીતે ભુતકાળમાં અમિત શાહ દ્વારા આનંદીબહેન પટેલને અપમાનિત કરી કાઢવામા આવ્યા હતા. તેનો બદલો આજે આનંદીબહેન પટેલ અને સી આર પાટીલે એક થઇ આખી રૂપાણી સરકારને કાઢી બદલો બરાબર કર્યો છે.  પ્રદેશ કોંગ્રેસે 2022 વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ અત્યારથી શરૂ કરી છે. મિશન 2022 અંતર્ગત કોંગ્રેસ બૂથ સુધી જનમિત્ર અને સંયોજક સાથે આગળ વધવાનો સંકલ્પ કર્યો છે.