Site icon Revoi.in

ઉત્તરપ્રદેશનું ફૈઝાબાદ રેલવે જંકશન હવે અયોધ્યા કેંટ તરીકે ઓળખાશે

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના શાસનમાં અનેક શહેરો અને વિસ્તારના નામ બદલામાં આવ્યાં હતા. હવે ફૈઝાબાદ રેલવે જંકશનનું નામ બદલવામાં આવ્યું છે. રેલવે જંકશનનું નામ બદલીને હવે અયોધ્યા કેંટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જેથી ફૈઝાબાદ રેલવે જંકશન હવે અયોધ્યા કેંટ તરીકે ઓળખવામાં આવશે.

ફૈઝાબાદના સાંસદ લલ્લુ સિંહએ ડીઆરએમ સંજય ત્રિપાઠીને કહ્યું હતું કે, રેલવે મંત્રીને ફૈઝાબાદ સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા કરવાની રજૂઆત કરી હતી. ત્રિપાઠીએ કહ્યું કે, ફૈઝાબાદ અને અયોધ્યા રેલવે સ્ટેશન ઉપરાંત તમામ સ્ટેશનોના સુંદરીકરણ, રેલવે લાઈનોને સારા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનના આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં યોગી સરકારના મહત્વના નિર્ણય લઈને ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક શહેરોના નામ બદલવા અંગે વિચારણા ચાલી રહી છે.