Site icon Revoi.in

વડોદરાઃ કોરોનામાં મૃત્યુ પામાનારા 6473 મૃતકોના પરિવારજનોને રૂ. 32.36 કરોડની સહાય ચુકવાઈ

Social Share

અમદાવાદઃ વડોદરા શહેર-જિલ્લામાં કોવિડ મહામારીના કારણે મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારોને સહાય આપવાના હેતુંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિકોને સરળતા રહે તેથી આ કામગીરીનો વ્યાપ વધારવામાં આવ્યો છે.વડોદરા શહેર જિલ્લામાં કોવિડ – 19 થી મૃત્યુના કિસ્સામાં અત્યાર સુધીમાં 6473 મૃતકોના વારસદારોને રૂ. 3236 કરોડની સહાય ડીબીટી મારફત ચૂકવવામાં આવી હોવાનું કલેકટર આર.બી.બારડે જણાવ્યું હતું.

કલેકટરે જણાવ્યું હતું કે, વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી સહાય માટે 8668 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જે પૈકી 8184 ફોર્મ મંજૂર કર્યા છે. જેમાંથી 6473 કેસમાં સહાય મંજુર કરી મૃતકોના વારસદારોના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ 718 કેસો જ્યારે આરોગ્ય વિભાગે જાહેર કરેલ યાદી સિવાયના 5755 સહિત કુલ 6473 કેસોમાં સહાય ચુકવવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા કોરોનામાં સ્વજન ગુમાવનારા પરિવારને આર્થિક મદદ કરવામાં આવી રહી છે.

(Photo-File)