Site icon Revoi.in

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ રદ કરાઈ, કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય

Social Share

બ્રિટનઃ ભારતીય ટીમમાં કોવિડ-19 સંક્રમણના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી શરૂ થતી પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈબીસી)એ કોવિડ મહામારીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ટેસ્ટ પહેલા ભારત સીરિઝમાં 2-1થી આગળ હતું.

ઈસીબીએ જણાવ્યું હતું કે, કોવિડના કેસની સંખ્યામાં વધારાની આશંકાના કારણે ભારત પોતાની ટીમને ક્ષમાયાચના સાથે મેદાનમાં ઉતરવાની અસમર્થ છીએ, અમે આ ખબર માટે અમારા પ્રશંસકો અને ભાગીદારોની ઈમાનદારી પૂર્વક માફી માંગીએ છીએ, અમને ખ્યાલ છે કે, આ ખબર લોકોને ઘણી નિરાશા અને અસુવિધા થશે. એવુ માનવામાં આવે છે કે, ભારતના સહાયક ફિઝિયોથેરાપિસ્ટ યોગેશ પરમારનો સકારાત્મક કોવિડ-19 પરીક્ષણ બાદ બીસીસીઆઈ અને ઈસીબી વચ્ચે લંબાણ પૂર્વકની ચર્ચા-વિચારણા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ક્રિકેટના જાણીતા વેબ પોર્ટલ ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ બીસીસીઆઈ અને ટીમ પ્રબંધન વચ્ચે એકથી વધારે ભારતીય ખેલાડીઓને મેદાનમાં ઉતરવાને લઈને ચિંતા વ્યક્ત થઈ હતી. જો કે, ભારતીય ટીમના તમામ ખેલાડીઓનો આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

મહેમાન ટીમના યોગેશ પરમારના રૂપમાં કોરોનાનો નવો કેસ મળ્યા બાદ ભારતીય ટીમનું અભ્યાસ સત્ર રદ કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલીંગ કોચ ભરત અરૂણ અને સપોર્ટ સ્ટાફના એક સભ્ય શ્રીધર ઓવલ ટેસ્ટના પ્રવાસ દરમિયાન કોરોના પોઝિટિવ મળી આવ્યાં હતા.