Site icon Revoi.in

ફિલ્મ ‘પઠાણ’ એ 21 રેકોર્ડ બનાવ્યા, ત્રીજા જ દિવસે વિશ્વભરમાં 300 કરોડને પાર કલેક્શન

Social Share

ફિલ્મ પઠાણ બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરી રહી છે,  અનેક વિરોધ વિવાદના વંટોળ વચ્ચે ત્રીજા દિવસે આ ફિલ્મે વર્લ્ડવાઈડ 300 કરોડનો આંકડો આંબી લીધો છે. સાથે જ અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મ એ બાજી મારી હતી.

હાલ પણ આ ફિલ્મ સતત કમાણી કરી રહી છે.  પઠાણે પહેલા દિવસે જ ઈતિહાસ રચી દીધો હતો. ઓપનિંગ કલેક્શન સામે આવતાની સાથે જ શાહરૂખ ખાનની પઠાણ હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. બીજી તરફ બીજા દિવસના આંકડા સામે આવતા જ આ ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

બીજી તરફ ત્રીજા દિવસે ભારતમાં પઠાણની ગતિ થોડી ધીમી જોવા મળી હતી.પરંતુ વિશ્વભરની બોક્સ ઓફિસ પર પઠાણની સફળતાનો પડછાયો પડ્યો હતો. દુનિયાભરની બોક્સ ઓફિસના આંકડા સામે આવ્યા છે. ‘પઠાણ’એ ભારતમાં 34 થી 36 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે આ આંકડા છેલ્લા બે દિવસ કરતા ઓછા હોઈ શકે છે. જો કે હજી આ ફિલ્મને વિકેન્ડનો લાભ મળી શકે છે.

ટ્રેન્ડ એનાલિસ્ટના મતે શાહરૂખ ખાનની ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જેના કારણે પઠાણના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. પઠાણ હિન્દી સિનેમાની પહેલી ફિલ્મ છે જેણે ત્રણ દિવસમાં 300 કરોડનો બિઝનેસ કર્યો છે. પહેલા દિવસે પઠાણે 54 કરોડની ગ્રાન્ડ ઓપનિંગ કરી હતી. બીજા દિવસે ફિલ્મે 70 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ પઠાણે કુલ 21 રેકોર્ડ બ્રેકલ કર્યા છે.

ઉલ્લેખનીય છએ કે આ ફિલ્મ  25 જાન્યુઆરીના રોજ શાહરુખ ખાનની ખૂબ જ ચર્ચિત ફિલ્મ પઠાણ રિલીઝ થઈ હતી. ફિલ્મના સોંગ પણ ઘણો વિવાદ છેડાયો હતો જેને લઈને ફિલ્મ પર તેની અસર પડી શકે તેવી શક્યતાઓ હતી જો કે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ફિલ્મના દરેક શો એડવાન્સમાં બુક થઈ જતા ફિલ્મ સુપર હિટ જવાની શક્યતાઓ દર્શાઈ હતી  અને હવે તે જોવા પણ મળી રહ્યું છે.