Site icon Revoi.in

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાનો પડઘો વિધાનસભામાં પડ્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં આવેલી કોવિડ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં લાગેલી આગ અને ફાયર એનઓસી મુદ્દે ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. બીજી તરફ ફાયર સેફ્ટીના મુદ્દે સુરતમાં 37, અમદાવાદમાં 6, રાજકોટમાં 11, ભાવનગરમાં 8 સહિત કુલ 60 જેટલી હોસ્પિટલ સહિતની મિલકતો સીલ કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વિધાનસભા ગૃહમાં સરકારે ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસે કાયદાનું કડક પાલન થાય તેવી માંગ કરી હતી. સુધારા વિધેયક પર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. જેમા શૈલેષ પરમારે અને અધિકાર ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ લગાવ્યો હતો. આ સાથે જ સુધારા વિધેયક દરમિયાન સુરતના તક્ષશિલા કાંડને પણ યાદ કરવામાં આવ્યો હતો. જ તેઓએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, ફાયર સેફ્ટીના મામલે રાજ્ય સરકાર પોતાની ખામીઓ ઢાંકી રહી છે. રાજ્ય સરકારે ગત તા. 27 જાન્યુઆરીએ આ કાયદો લાવવાની જરૂર એટલે પડી છે કે રાજ્ય સરકાર તેની જવાબદારીઓમાં નિષ્ફળ નીવડી છે. સરકાર આ બિલ લઈને આવી છે .સરકારે હાઈકોર્ટમાં જે એફિડેવિટ કરી છે તેમાં વિગત અપાઈ છે તે મુજબ રાજ્યની સાત હોસ્પિટલો, 450 હોટલ પાસે ફાયર એન.ઓ.સી નથી.

રાજ્યનાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ફાયરનાં સાધનો ન હોય તેવી અનેક મિલકતો સીલ કરી છે. જેમાં સુરતમાં 37, અમદાવાદમાં 6, રાજકોટમાં 11, ભાવનગરમાં 8 સહિત કુલ 60 જેટલી હોસ્પિટલ સહિતની મિલકતો સીલ કરવામાં આવી છે.