Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રનો પ્રથમ દિવસ રહ્યો તોફાની, વિપક્ષનો હંગામો

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. ઉત્તર પ્રદેશની 18મી વિધાનસભાનું પ્રથમ સત્ર હંગામા સાથે શરૂ થયું. રાજ્યપાલ આનંદીબેન પટેલના સંબોધન પહેલા જ સભ્યોએ ગૃહમાં હંગામો શરૂ કરી દીધો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ તમામ પક્ષોને શાંતિપૂર્ણ રીતે ગૃહ ચલાવવાની અપીલ કરી હતી. આ પહેલા આઝમ ખાન અને પુત્રએ વિધાનસભાના શપથ લીધા હતા.

રાજ્યપાલે કહ્યું હતું કે, 20 સિંચાઈ યોજનાઓ પર કામ કરવામાં આવ્યું છે. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે, ઉદ્યોગો સ્થાપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકારી યોજનાઓ સારું કામ કરી રહી છે. રાજ્યપાલે કહ્યું કે લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. 70 નવી કોલેજો પર કામ કરવામાં આવ્યું હતું. દેશમાં સ્વરોજગાર યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો, ગરીબોને મફત મકાનો આપવામાં આવ્યા. તેમણે કહ્યું કે અમૃત સરોવર તળાવો વિકસાવવામાં આવ્યા હતા. ગંગા પણ પ્રદૂષણ મુક્ત બની રહી છે.

રાજ્યપાલ આનંદીબેન પટેલે વધુમાં કહ્યું કે, લખનૌથી ગાઝીપુર સુધી લાંબો એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યો છે. વિકાસ માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. ખેડૂતોના બાકી લેણાં ચૂકવવામાં આવ્યા છે. રાજ્યમાં નવી 3 યુનિવર્સિટી બનાવવામાં આવી છે. ટેકનિકલ શિક્ષણમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઓપરેશન કાયાકલ્પ અંતર્ગત કામ ઝડપથી ચાલી રહ્યું છે. યુપીમાં શાળાઓમાં સુવિધાઓમાં સુધારો થયો છે.

હોબાળા વચ્ચે રાજ્યપાલ આનંદીબેન પટેલનું સંબોધન ચાલુ રહ્યું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું કે, લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ઘર મળ્યું છે. ડિફેન્સ કોરિડોરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. યુપીમાં હવાઈ સેવાઓમાં સુધારો કરવામાં આવ્યો હતો. 5 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવી રહ્યાં હતા. 2 હજારથી વધુ જમીન માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.