Site icon Revoi.in

શાહરુખ ખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પઠાણ’માંથી દિપીકા પાદૂકોણનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

Social Share

મુંબઈઃ બોલિવૂડ બાદશાહ એવા શાહરુખ પોતાની અપકમિંગ ફિલ્મ પઠાણને લઈને ઘણા સમયથી સમાચારોની હેડલાઈનમાં રહે છે ત્યારે હવે આ ફિલ્મને લઈને મોટી અપડેટ સામે આવી છે, આ ફિલ્મની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ફેન્સ માટે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.

 

ફિલ્મનું મોશન પોસ્ટર યશ રાજ ફિલ્મ્સ દ્વારા એક કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યું હતું, “She’s ready to shoot it up a noch! #Pathaan માં @deepikapadukone પ્રસ્તુત કરી રહ્યાં છીએ, 25મી જાન્યુઆરી, 2023ના રોજ ફક્ત તમારી નજીકના મોટા સ્ક્રીન પર #YRF50 સાથે #Pathaan સેલિબ્રેટ કરો.”

દિપીકાના રિલીઝ થયેલા આ ફિલ્મના ફર્સ્ટ લૂકમાં તે ખૂબ જ ઉગ્ર દેખાવમાં જોવા મળી રહી છે. આ શોર્ટ ક્લિપમાં  તે ફુલ એક્શન મોડમાં જોવા મળે છે કારણ કે તેના પાસે એક બંદૂક છે અને તે બંદુકથી શૂટ કરવાના મૂ છે. તેના કપાળ પર ઊંડો ઘા પણ છે અને તેની આંખોમાં એક જૂસ્સો અને ગુસ્સો બન્છેને જોવા મળે છે.

Exit mobile version