Site icon Revoi.in

સોશિયલ મીડિયા મારફતે કિંમતી ભેટ આપવાના બહાને ઠગાઈ આચરનારી ગેંગ ઝબ્બે

Social Share

અમદાવાદઃ પંચમહાલમાં એક વ્યક્તિ સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવીને લોભામણી લાલચ આપીને લાખોની ઠગાઈ આચરનારી ગેંગને પોલીસે ગુરૂગ્રામથી ઝડપી લીધી હતી. ગેંગની બે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ આરંભી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહેતા એક વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપિંડી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ફેસબુક પર ડમી ID બનાવીને મિત્રતા કેળવી કિંમતી ભેટ આપવાના બહાને રૂ. 28.45 લાખની ઠગાઈ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે મોબાઈલ નંબરની ઉંડાણપૂર્વક તપાસ કરતા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ હરિયાણાના ગુરુગ્રામ ખાતે રહેતા હોવાનું સામે આવ્યું હતું.

સાયબર ક્રાઈ પોલીસે ખાસ ટીમ બનાવીને ગુરૂગ્રામમાં દરોડા પાડી આ 4 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં મહિલાઓ પણ સામેલ છે.હાલ તો પોલીસ ચારેય ઈસમો પૈકી 2 આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી અગાઉ અન્ય કયા કયા ગુના આચર્યા છે તેમજ છેતરપીંડી કરી મેળવેલા નાણા રીકવર કરવા માટેની દિશામાં તપાસ હાથધરી છે. જયારે 2 મહિલા આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ નાઈઝિરિયાની ગેંગ સાથે સંપર્કમાં રહીને આ સમગ્ર રેકેટ ચલાવતા હતા.