નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા શ્રીલંકામાં લોકો પાસે એક ટાઉમ જવાનું પુરતુ ભોજન પણ નથી, એટલું જ નહીં લોકો રસ્તા ઉપર ઉતરી આવતા ઈમરજન્સી જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જેથી આગામી દિવસોમાં શ્રીલંકામાં યોજાનારા એશિયા ક્રિકેટ કપના આયોજનને લઈને લોકોની નજર મંડાયેલી છે. દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ આશા વ્યક્ત કરી હતી કે, આગામી દિવસોમાં શ્રીલંકામાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે અને એશિયા કપ પણ શ્રીલંકામાં જ રમાશે.
શ્રીલંકામાં હાલ ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે એશિયા કપના આયોજનને લઈને ક્રિકેટ પ્રેમીઓની નજર આઈસીસીના આગામી નિર્ણય ઉપર મંડાયેલી છે, બીજી તરફ એશિયા કપને બાંગ્લાદેશમાં શિફ્ટ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આગામી મહિને એશિયા કપને લઈને સનથ જયસૂર્યાએ કહ્યું હતું કે, મને પૂરી આશા છે કે એશિયા કપ શ્રીલંકામાં યોજાશે અને ત્યાં સુધીમાં સ્થિતિ સુધરશે. જો કે, હવે એશિયા કપ શ્રીલંકામાં જ રમાય છે કે અન્ય કોઈ દેશમાં શિક્ટ કરવામાં આવે છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે.