Site icon Revoi.in

ગુજરાતમાં હવે ફરીવાર ગરમીમાં વધારો થશે, માર્ચના પ્રારંભે તાપમાન 40 ડિગ્રી નજીક પહોચશે

Social Share

અમદાવાદ:  ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જો કે, છેલ્લા બે દિવસથી રાતના તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આમ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે હવે આજથી રાતના તાપમાનમાં પણ વધારો થશે. તેમજ સરેરાશ 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. એટલે કે, મહત્તમ તાપમાન  35થી 37 તાપમાન પહોંચવાની શકયતા છે. જ્યારે 48 કલાક બાદ ફરી 2થી 3 ડિગ્રી વધી જશે. એટલે માર્ચના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જશે. ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે. આજથી સરેરાશ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. જોકે, અત્યારે  મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ પહોચ્યું છે. મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન પણ સરેરાશ 17 ડિગ્રી નોંધાયું છે.ગુજરાતમાં ઉનાળાની શરૂઆત હોળી પછી થતી હોય છે. હોળી બાદ મહત્તમ તાપમાન ધીમે-ધીમે વધતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે તો ફેબ્રુઆરી મહિનાથી તાપમાન વધવા લાગ્યું છે અને બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થાય છે. હવે ફરીવાર તાપમાનમાં વધારો થશે.  જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા મુજબ ફેબ્રુઆરીના એન્ડ અને માર્ચના પહેલા સપ્તાહમાં વાતાવરણ પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ સર્જાશે. સાથે જ માવડું થવાની શક્યતા છે. આ વર્ષે ઉનાળો આકરો રહેશે. માર્ચ મહિનામાં આકરી ગરમી રહેશે. 4 માર્ચથી ગરમી વધશે. માર્ચ મહિનામાં 40 ડીગ્રીથી ઉપર તાપમાન પહોંચી જશે. 13થી 14 માર્ચમાં હવામાનમાં પલટો આવશે. 18 માર્ચથી ગરમી વધશે. 26 માર્ચ આસપાસ વાદળો સર્જાશે. 25થી 26 દરિયા કિનારે પવનનું જોર રહેશે. માર્ચ મહિનામાં ગરમી, વાદળછાયું વાતાવરણ, દરિયા કિનારે પવન અને હવામાનમાં પલટા ઘણા આવશે.આ વખતે માર્ચ મહિનામાં ગરમીમાં આકરો રહેશે. 18થી 25 એપ્રિલમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. બેવડી ઋતુના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચશે.