નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં મંગળવારે વ્યવસાયી સત્ર નિરાશાજનક રહ્યું હતું. રોકાણકારોની વેચવાલીને પગલે ભારતીય શેર બજાર લાલ નિશાન સાથે બંધ રહ્યું હતું. આજે ટ્રેડમાં આઈટી અને એફએમસીજી સ્ટોક્સમાં સૌથી વધાટો થયો હતો. મીડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં પણ નફાની વસુલાત જોવા મળી હતી. આજે બજાર બંધ થયું ત્યારે બીએસઈ સેંસક્સ 195 પોઈન્ટના ઘટાડા સાથે 73677 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 49 પોઈન્ટના ઘટાડા સાથે 22356 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું.
ટ્રેડમાં ઘટાડાને પગલે ભારતીય શેર બજારમાં માર્કેટ કેપિટલાઈઝેશનનો ઘટાડો થયો હતો. બીએસઈ પર લિસ્ટેડ સ્ટોક્સમાં માર્કેટ વેલ્યુ ઘટીને 393.04 લાખ કરોડ ઉપર પહોંચી હતી. જે ગત સત્રમાં 393.75 લાખ કરોડ હતી. આમ આજે બજારમાં વેલ્યુએશનમાં 71 હજાર કરોડનો ઘટાડો થયો હતો.
આજે ટ્રેડમાં બેંકિંગ, ઓટો, પીએસયુ, બેંક્સ, ફાર્મા, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર અ ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે આઈટી, એફએમસીજી, કંજ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા અને મેટલ્સ સેક્ટરના શેર લાલ નીશાન સાથે બંધ રહ્યાં હતા. આજે ટ્રેડમાં નિફ્ટી મીડકેપ ઈન્ડેક્સ 0.27 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.24 ટકા ઘટીને બંધ રહ્યાં હતા. સેંસેક્સમાં 30 શેરમાંથી 11 શેરમાં તેજી સાથે અને 19 ઘટાડા સાથે બંધ રહ્યાં હતા. જ્યારે નિફ્ટીના 50 શેર પૈકી 19માં તેજી અને 31માં ઘટાડો જોવા મળ્યો હતો.
તેજી ધરાવતા શેરમાં ટાટા મોટર્સ 3.51 ટકા, ભારતીય એરટેલ 3.12 ટકા, બજાજ ઓટો 1.76 ટકા, ઓએનજીસી 1.63 ટકા, એસબીઆઈ 1.54 ટકા, સન ફાર્મા 1.42 ટકાનો વધારો થયો હતો. જ્યારે બજાજ ફીનસર્વ 4.25 ટકા, બજાજ ફાઈનેન્સ 4.21 ટકા, નેસ્લે 1.95 ટકા ઘટાડા સાથે બંધ રહ્યાં હતા.