Site icon Revoi.in

T20 મેચમાં સૌથી વધારે મેચ જીતવાના રેકોર્ડથી ભારતીય ટીમ એક કદમ દૂર

Social Share

મુંબઈઃ આઈસીસી વર્લ્ડકપની ફાઈનલમાં ભારતના પરાજ્ય બાદ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓ પણ દુખી થયાં હતા. જો કે, આ નિરાશાને ખંખેરીને ફરીથી ભારતીય ક્રિકેટ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યાં છે. તેમજ હાલ ઓસ્ટ્રેલિયા સાથે ટી-20 સિરીઝ ચાલી રહી છે અને અત્યાર સુધી બે મેચ રમાઈ ચુકી છે. આ બંને મેચમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો છે. ગઈકાલે બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને પરાજ્ય આવીને ટીમ ઈન્ડિયા નવો રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી છે. સૌથી વધારે ક્રિકેટ મેચ જીતવા મામલે ટીમ ઈન્ડિયા હાલ પાકિસ્તાન સાથે પ્રથમ ક્રમે પહોંચી ગયું છ, હવે વધુ એક મેચ જીતીથી દુનિયાની સૌ પ્રથમ ટીમ બની જશે.

સુત્રોના જણાવ્યા અનુસાર, T20I ફોર્મેટના ઇતિહાસમાં અત્યારસુધી સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે. પાકિસ્તાની ટીમે અત્યારસુધી 256 T20I મેચ રમી છે જેમાંથી 135 મેચમાં જીત મેળવી છે. બીજી તરફ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બીજી મેચમાં હરાવી પાકિસ્તાનના આ રેકોર્ડની બરાબરી કરી દીધી છે. જોકે પાકિસ્તાને 135 T20I મેચ જીતવા માટે 256 મેચ રમી હતી જ્યારે ભારતે ફક્ત 209 મેચમાં જ આ આંકડો હાંસલ કરી લીધો હતો. જો આગામી મેચમાં ભારત ઓસ્ટ્રેલિયાને હરાવે તો પાકિસ્તાનને પાછળ છોડી ભારતીય ટીમ વિશ્વમાં સૌથી વધુ T20I મેચ જીતનાર ટીમ બની જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝ રમાશે. આગામી મેચ આવતીકાલે રમાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈસીસીના ટી20 રેન્કીંગમાં હાલ ભારતીય ટીમ ટોપ ઉપર છે.