Site icon Revoi.in

કોરોના સંકટ વધતા કર્ણાટક સરકારે 10મે થી 26 મે સુધી સંપૂર્ણ લૉકડાઉનની કરી જાહેરાત

Social Share

કોરોના વધતા કર્ણાટક સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે કર્ણાટકમાં 14 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાદવાની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટકમાં આ સંપૂર્ણ લોકડાઉન 10 મેના રોજ સવારે 6 થી 24 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આ અંગેની જાહેરાત કરી. તેમણે કહ્યું કે કર્ણાટકમાં કોરોના કર્ફ્યુ સફળ થઈ રહ્યું નથી,એટલે કે કર્ફ્યુ હોવા છતાં પણ કેસોમાં વધારો થતો રહે છે.

કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 48,781 નવા કોરોના કેસ નોંધાયા છે. જયારે 28,623 લોકો સ્વસ્થ થયા છે અને 592 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 18,38,885 કેસ નોંધાયા છે. તેમાંથી 5 લાખથી વધુ એક્ટિવ છે.

કર્ણાટકમાં કોરોના લોકડાઉનમાં શું બંધ રહેશે અને શું ખુલશે તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે, તમામ હોટલ,પબ,બાર બંધ રહેશે. જયારે જરૂરી ખાણીપીણીની દુકાન ખુલ્લી રહેશે. આમાં તમામ ભોજનાલય અથવા રેસ્ટોરન્ટ્સ અને શાકભાજીની દુકાનો વગેરે સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી એટલે કે 4 કલાક માટે ખુલ્લી રહેશે.