Site icon Revoi.in

ચોટિલામાં સુપ્રસિદ્ધ ચામુંડા માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 20 મે સુધી બંધ રહેશે

Social Share

સુરેન્દ્રનગરઃ કોરોનાના કેસ વધતા રાજ્યમાં અનેક ધાર્મિક સ્થળો ભાવિક-ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. મંદિરના ટ્રસ્ટો દ્વારા ભક્તોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ એવા ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ટ્રસ્ટ દ્વારા આગામી 20 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવા આવ્યો છે.

સુપ્રસિદ્ધ  તિર્થ ધામ એવા સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે પર આવેલા ચોટીલા શહેરમાં બિરાજતા ચામુંડા માતાજીના ડુંગર પર દર્શન કરવા માટે આવતા યાત્રિકોમાં 14 એપ્રિલથી બંધ કરવામાં આવ્યું હતું. તે અંગે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના મહંત પરિવારના સચિનગીરી દ્વારા ભક્તજનોના સ્વાસ્થ્ય અંગે હજુ વધુ ચિંતા હોવાથી ટ્રસ્ટ દ્વારા આગામી 20 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને માતાજી ડુંગર પરિવારના મહંતવતી લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ઘરે રહીને પરિવારની ચિંતા કરી સલામતી સાથે સાવધાની રાખવી અને કોરોનાને હરાવવા અપીલ પણ કરાઈ હતી.

ચામુંડા માતાજીનું મંદિર આગામી તા. 20મી મે સુધી ભાવિક-ભક્તોના દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માતાજીના દર્શન માટે રોજ-બરોજ હજારો ભાવિક ભક્તો આવતા હોય છે. ભક્તોના જમાવડાથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાને લીધે મંદિર દર્શન માટે બંધ રાખવાનો મંદિરના ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.