Site icon Revoi.in

ચોમાસુ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પહોચ્યું, ભારે પવન અને વરસાદની આગાહી

Social Share

મુંબઈ : ચોમાસાને હવે વધારે સમય બાકી નથી. દેશના કેટલાક રાજ્યોમાં તો ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે અને હવામાન વિભાગ દ્વારા તો કહેવામાં આવ્યું છે કે તે મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી તો પહોંચી ગયું છે. ચોમાસુ આગળ વધતા બંને રાજ્યોના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રત્નાગિરિ જિલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું ચુક્યું છે પરિણામે દક્ષિણ કર્ણાટક જિલ્લામાં પણ વરસાદ થયો છે. ચોમાસુ મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું હોય આગામી 48 કલાકમાં ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગણા, તામિલનાડુ અને ઉત્તરપૂર્વના ભાગોમાં પહોંચી જશે. ચોમાસુ દક્ષિણ મહારાષ્ટ્રથી કેરળ સુધી ફેલાયું હોય નીચાણવાળા દરિયાકાંઠે પણ ભારે પવન ફૂંકાશે.

આગામી 24 કલાકમાં કેરળ, તામિલનાડુ અને કર્ણાટકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.