Site icon Revoi.in

દિલ્હી સહિત આ રાજ્યોમાં ચોમાસું ફરી આપશે દસ્તક, IMD એ એલર્ટ જારી કર્યું

Social Share

દિલ્હી :ભારતીય હવામાન વિભાગએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસાની શરૂઆત સાથે શુક્રવારે રાજધાનીમાં મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એવી શક્યતા છે કે વરસાદને કારણે મહત્તમ તાપમાન ત્રણ-ચાર દિવસમાં 32 ડિગ્રી સેલ્સિયસ નીચે આવી જશે.

દિલ્હીમાં આ મહીને સામાન્ય 157.1 મીમીની સરખામણીમાં માત્ર 63.2 મીમી વરસાદ નોંધાયો છે. કારણ કે દિલ્હી અને ઉતર પશ્ચિમ ભારતના નજીકના વિસ્તારોમાં 10 ઓગસ્ટના રોજ બીજી વખત ચોમાસુ તૂટવાના તબક્કામાં પ્રવેશ કર્યો હતો. આઇએમડીએ હવે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં ચોમાસાની પુન: શરૂઆત સાથે 19 ઓગસ્ટથી 23 ઓગસ્ટ વચ્ચે અલગ અલગ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાનશાસ્ત્રીઓએ કહ્યું કે, આ મહિનાના છેલ્લા 10 દિવસોમાં સારા વરસાદની સંભાવના છે, સામાન્ય રીતે દિલ્હીમાં ઓગસ્ટ મહિનામાં 247.7 મીમી વરસાદ પડે છે. IMD એ આ મહિને દિલ્હીમાં સામાન્ય વરસાદની આગાહી કરી હતી.

જ્યારે ચોમાસુ હિમાલયની તળેટીની નજીક પહોંચે છે ત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદમાં ઘટાડો જોવા મળે છે. આ દરમિયાન, હિમાલયની તળેટી, ઉત્તર -પૂર્વ ભારતના ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પમાં વરસાદ વધે છે.